Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

નર્મદા જિલ્લાના અસરગ્રસ્ત ગામોના નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કવાયત

ઉપરવાસમાં પડેલા વરસાદને ધ્યાને લઈને અસરગ્રસ્ત ગામોના નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કવાયત હાથ ધરાઈ

સાજીદ સૈયદ, નર્મદા

રાજપીપલા, તા.૨૪ રવિવાર

ઉપરવાસમાં પડેલા વરસાદને ધ્યાને લઈ તથા કરજણ બંધની સપાટીમાં સતત વધારો થવાથી નર્મદા જિલ્લાના રાજપીપલા, ભદામ, ધાનપોર, રૂંઢ, ભચરવાડા, હજરપરા અને ધમણાચા સહિતના ગામોમાં છોડવામાં આવનાર પાણીના કારણે કોઈને પણ તકલીફ ના પડે તે માટે તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓએ સ્થાનિક નાગરિકોને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.

સ્થાનિકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે નાયબ મામલતદાર તથા તલાટી કમ મંત્રીશ્રી/ રેવેન્યુશ્રીઓને ફરજની સોંપણી કરવામાં આવેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક પદાધિકારીઓ, આગેવાનોના સંકલન થકી સ્થળ પરના કાંઠા વિસ્તારના અસર કરતા ગ્રામજનોને તેમજ પશુધન સહિત ભારે વરસાદ તેમજ સંભવિત પરિસ્થિતિ માટે સલામત સ્થળ પર ખસેડવાની તંત્ર સક્રિય કામગીરી કરી રહ્યું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *