Safeer News

Breaking News from Ahmedabad

દેશ

ઓનલાઈનથી લઈને ઓફલાઈન શોપિંગ સુધી તમામ ક્રેડિટ કાર્ડ્‌સ પર EMIનો ફેલાયેલો છે જાળ

ક્રેડિટ કાર્ડની EMIના ફાયદામાં છુપાયેલું છે મોટું નુકસાન જેના વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે

ડેટ ટ્રેપના આ દેવાની માયાજાળમાં ક્ષમતા કરતાં વધુ ખરીદી કરતાં લોકોને ફસાવે છે

નવીદિલ્હી,તા.૨૪

EMI એટલે yux÷u Equated Monthly Installment (સમાન માસિક હપ્તો) (ઈ.એમ.આઈ) અને ઓનલાઈનથી લઈને ઓફલાઈન શોપિંગ સુધી તમામ ક્રેડિટ કાર્ડ્‌સ પર ઘણી બધી ઓફર્સ તમારા પૈસા બચાવવાનો દાવો કરે છે. ક્રેડિટ કાર્ડથી તમે (EMI) પર વસ્તુઓ ખરીદી શકો છો. આ સગવડતા જાેખમી નીવડી શકે છે. ઘણા ક્રેડિટ કાર્ડ્‌સ ૩ હપ્તામાં પેમેન્ટ કરવાની સુવિધા આપે છે. ધ્યાનમાં રાખો, જાે તમે નો કોસ્ટ (EMI) ન લો તો પણ થોડી બેદરકારી તમને દેવાની જાળમાં ફસાવી શકે છે.

આજના સમયમાં ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવાનું કલ્ચર માત્ર શહેરો પૂરતું જ સીમિત ના રહેતા ગામડાઓમાં પણ શરૂ થયું છે. તેના ઘણા ફાયદા છે. ઘણી કંપનીઓ ક્રેડિટ કાર્ડ સાથે હેડફોન, સ્માર્ટ ઘડિયાળ જેવી ભેટ પણ આપી રહી છે. ત્યારે સવાલ થાય કે આનાથી ક્રેડિટ કાર્ડ કંપનીને શું ફાયદો થતો હશે? આ સાથે તમને શું લાભ છે તે પણ સમજવું પડે. આજના જમાનામાં અમુક ડેટ ટ્રેપની ઘટનાનો શિકાર બનાવે છે અને તમને જણાવી દઈએ કે ડેટ ટ્રેપ એટલે દેવાની માયાજાળ કહેવાય છે. જે ક્ષમતા કરતાં વધુ ખરીદી કરતાં લોકોને ફસાવે છે. મનુષ્યની ઈચ્છાઓ અમર્યાદિત છે, પરંતુ આવકના સ્ત્રોત મર્યાદિત છે. ઘણીવાર લોકો એક મહિનામાં કેટલી (EMI) આવશે એ જાેઈને જ સામાન ખરીદે છે. પણ ધીમે ધીમે તેઓ વધુ પડતી ખરીદી કરી લે છે. અંતે તે પ્રોડક્ટ્‌સની (EMI) મળીને પગારનો મોટો હિસ્સો ખાવા લાગે છે. તમને ઉદાહરણમાં જાે સમજણ પડે તો ધારો કે તમે જાન્યુઆરી મહિનામાં ૬૦ હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ ૧૨ મહિનાની નો કોસ્ટ (EMI) પર ખરીદ્યો તો, દર મહિને ૫ હજાર રૂપિયા ચૂકવવા પડશે. આગલા મહિને તમે નો કોસ્ટ (EMI) પર ૩૦ હજારનું રેફ્રિજરેટર પણ ખરીદ્યું, જેનો હપ્તો રૂ. ૨,૫૦૦ છે. આગામી માર્ચ મહિનામાં હોળીના અવસરે ૧ લાખનું ફર્નિચર પણ ખરીદ્યું. એટલે કે તમારી (EMI) ૮૩૩૩ રૂપિયાની આસપાસ હશે. માત્ર ૩ મહિના પછી, તમારી કુલ આવકમાંથી, લગભગ રૂ. ૧૫,૮૦૦ (EMI)માં જવા લાગશે. આ (EMI) આગામી ૯ મહિના સુધી ભરવાની રહેશે. જાે આવી કોઈ મોટી તકલીફ પડશે તો એ દરમિયાન બાળકની શાળાની ફી, પેટ્રોલ, દૂધ, શાકભાજી, રાશન, મોબાઇલ બિલ, વીજળી બિલ માટે પૈસા ખર્ચવા પડશે. તમે કોઈ વ્યાજ ચૂકવ્યા વિના દેવાની જાળમાં ફસાઈ જશો. જેમ તમારી પાસે પૈસાની અછત હશે, તેમ તમે બેંક ને ગમે તેટલું વ્યાજ ચૂકવવા તૈયાર થઈ જશો અને જાે બેંક તમને ક્રેડિટ કાર્ડની સાથે ગિફ્ટ આપે છે. કેટલાક કાર્ડ દરેક ટ્રાન્ઝેક્શનને ૩ મહિના સુધીનાનો કોસ્ટ (EMI)માં રૂપાંતરિત કરી રહ્યાં છે. જેમ જેમ તમે વધુ ને વધુ (EMI) માટે આ કાર્ડનો ઉપયોગ કરો છો, તેમ તેમ દેવાની જાળમાં ફસાઈ જાઓ છો. આ રીતે, હવે બેંક વસૂલ કરી નફો કમાય છે.

ઘણી વખત તમારે એક લોન ચૂકવવા માટે બીજી અનેક લોન લેવી પડે છે, જેના પરિણામે વ્યાજ સાથે (EMI) વધુ થઈ જાય છે. અને જાે તમે (EMI)ની જાળમાં ફસાવો તો સૌથી પહેલા તમારા ખર્ચા પર કાપ મુકો અને તમારી કમાણી વધારવાના ઉપાયો વિશે વિચારો. ખરેખર તો ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ લોકો માટે છે જેઓ દર મહિને તેમના કાર્ડનું આખું બિલ ચૂકવે છે. એટલે કે, તમારી પાસે કાર્ડ પર કોઈ (EMI) ન હોવી જાેઈએ. નો કોસ્ટ (ઈ.એમ.આઈ) પણ ન હોવી જાેઈએ. આવા લોકોને કાર્ડ લેતી વખતે કેશબેક, રિવોર્ડ પોઈન્ટ્‌સ અને ગિફ્ટ્‌સનો લાભ પણ મળે છે. અને જાે તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે ચોક્કસ વ્યૂહરચના બનાવો, તો ક્યારેય દેવાની જાળમાં ફસાશો નહીં. આ માટે તમારી પાસે એક અલગ બેંક ખાતું હોવું જાેઈએ. તેમાંથી તમે તમારા દરેક કાર્ડનું બિલ ચૂકવો. જ્યારે પણ તમે કોઈ વસ્તુ ખરીદો, ભલે તે (EMI) પર હોય કે ન હોય, તે પ્રોડક્ટની કિંમતની સંપૂર્ણ રકમ બીજા ખાતામાં ટ્રાન્સફર કરો. કોઈપણ વસ્તુ ખરીદતી વખતે ધ્યાનમાં રાખો કે પહેલા ખાતામાં કેટલા પૈસા છે. તમારી પાસે હોય તેટલા પૈસા વડે ખરીદી કરો અને તમારા ક્રેડિટ કાર્ડ બિલ ભરવાના ખાતામાંથી ક્યારેય પૈસા ઉપાડો નહીં. તમારે આટલું જ કરવાનું છે, જેથી તેના તમામ લાભો મળશે.

આ બતાવેલા બધા જ ઉપાયો અને તમે સાવચેત રહો તેના માટે છે, કે જેનાથી કોઈ આવી મુશ્કેલીમાં ના ફસાય અને ફસાય તો હવે તેમાંથી નીકળી આવી અમુક ભૂલો કરવાનું ટાળો અને સાવચેત રહો. જેમાં તમારી જ ભલાઈ છે. દર મહિને કાર્ડનું આખું બિલ ચૂકવો અને ફાયદાનો લાભ લો અને આનંદ માણો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *