Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

આ પાંચ સુપરસ્ટાર્સની ઢગલાબંધ ફ્લોપ ફિલ્મોનો રેકોર્ડ, લિસ્ટમાં આ નામથી ચોંકી ન જવું

આ લિસ્ટમાં સદીના મહાનાયક ઈન્ડસ્ટ્રીના શહેનશાહ મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ છે.

મુંબઈ,
બોલિવૂડમાં કોઇ પણ એક્ટર માટે ટોપની પોઝીશન જાળવી રાખવી સરળ કામ નથી. આજે બ્લોકબસ્ટર ફિલ્મો આપણા એક્ટર માટે એ જરૂરી નથી કે, તેની અપકમિંગ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ડંકો વગાડશે. ઇન્ડસ્ટ્રીમાં આજે એવા ઘણા સુપરસ્ટાર છે જેમણે પોતાના કરિયરમાં ઢગલાબંઘ ફ્લોપ ફિલ્મો આપી છે, પરંતુ તેમના સ્ટારડમમાં કોઇ ફેર નથી પડ્યો. આવા જ પાંચ સ્ટાર્સ વિશે અમે જણાવી રહ્યાં છીએ જેમણે ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ પણ ઇન્ડસ્ટ્રીમાં તેમના નામનો સિક્કો ચાલે છે. હિન્દી સિનેમામાં ઘણા એવા સુપરસ્ટાર છે જેમણે પોતાની એક્ટિંગ કરિયરમાં ઘણી સુપરફ્લોપ ફિલ્મો આપી છે, તેમ છતાં તેમણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ધાક જમાવી રાખી છે. ઢગલાબંધ ફ્લોપ આપ્યા પછી પણ તેમનું સ્ટારડમ ઓછું નથી થયું. કેટલાક એવા સ્ટાર્સના નામ પણ છે જેમની ફ્લોપ ફિલ્મોની લિસ્ટ તમને ચોંકાવી દેશે.

આવો જાણીએ તે ૫ સ્ટાર્સના નામ.

(૧) બોલિવૂડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી ફ્લોપ ફિલ્મો આપવામાં ટોપ પર છે. વર્ષ ૧૯૯૦માં મિથુને સતત ફ્લોપ ફિલ્મોનો રેકોર્ડ બનાવીને ફેન્સને પણ ચોંકાવી દીધા હતા. મિથુન ચક્રવર્તીએ તેમની કરિયરમાં કુલ ૧૮૦ ફ્લોપ ફિલ્મોમાં કામ કર્યું, આ આંકડો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ છે. આમાં ૪૭ ડિઝાસ્ટર મૂવીઝનો પણ સમાવેશ થાય છે, જેના કારણે મેકર્સને ઘણું નુકસાન થયું છે. તેમ છતાં તેમને સુપરસ્ટાર માનવામાં આવે છે, જાે કે તેણે ૫૦ સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

(૨) બોલિવૂડનો કિંગ ખાન એટલે કે, શાહરૂખ ખાન જેમણે કરિયરની શરૂઆતમાં વિલન બનીને ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું હતું, તેમને ઈન્ડસ્ટ્રીનો બાદશાહ પણ કહેવામાં આવે છે. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચે છે. પરંતુ બોલિવૂડના બાદશાહ શાહરૂખે પણ પોતાની કરિયરમાં ૨૪ ફ્લોપ ફિલ્મ આપી છે. છેલ્લા ચાર વર્ષથી ફ્લોપ ફિલ્મોનો સામનો કરી રહેલા શાહરૂખે “પઠાણ” સાથે જાેરદાર કમબેક કર્યું છે.

(૩) ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘બોબી’ અને ‘પ્રેમ રોગ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર દિવંગત એક્ટર ઋષિ કપૂરના ચોકલેટી લૂક માટે ઘણી એક્ટ્રેસીસ ફિદા થઇ જતી હતી. તેમણે પોતાની એક્ટિંગ કરિયરમાં ઘણી મોટી હિટ ફિલ્મો આપી. તેમના એક્ટિંગ કરિયરમાં, ઋષિએ ૭૬ ફ્લોપ ફિલ્મો આપી હતી. પરંતુ આજે આ દુનિયાને અલવિદા કહ્યાં બાદ પણ તે સુપરસ્ટારની લિસ્ટમાં સામેલ છે.

(૪) બોલિવૂડના ડાન્સ કિંગ તરીકે ઓળખાતા ગોવિંદા ૮૦ અને ૯૦ના દાયકામાં ઈન્ડસ્ટ્રીના સૌથી બિઝી એક્ટર હતા. ત્રણ-ત્રણ શિફ્ટમાં કામ કરતા. એ દિવસોમાં ગોવિંદાની એટલી બધી ડિમાન્ડ હતી કે, આ એક્ટર એક સાથે ઘણી ફિલ્મો સાઈન કરતો હતો. ગોવિંદાએ સેટ પર સમયસર ન પહોંચવાની આદતના કારણે તેમનું કરિયર બરબાદ કરી નાંખ્યું. એક-બે નહીં પણ ૭૫ ફ્લોપ ફિલ્મોનો રેકોર્ડ એક્ટરના નામે નોંધાયેલો છે.

(૫) આ લિસ્ટમાં સદીના મહાનાયક ઈન્ડસ્ટ્રીના શહેનશાહ મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ છે. બિગ બીએ પોતાના કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ જાેયા છે. ઘણી હિટ ફિલ્મો આપવાની સાથે તેમણે પોતાના કરિયરમાં ૬૮ ફ્લોપ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આજે આ ઉંમરે પણ તે ટોપ એક્ટર્સની લિસ્ટમાં સામેલ છે અને મેકર્સની પહેલી પસંદ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *