Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

સલમાન ખાને “ઈદ”ના અવસર પર ચાહકોને સરપ્રાઈઝ આપી

સલમાન ખાને કેપ્શનમાં લખ્યું- આ “ઈદ” બડે મિયાં છોટે મિયાં અને મેદાન જુઓ અને આગામી “ઈદ” પર આવો અને સિકંદરને મળો. સૌને “ઈદ”ની શુભકામના.

મુંબઈ,તા.૧૧
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મોનો ક્રેઝ અલગ જ રહે છે. ચાહકો પણ તેમની ફિલ્મોને ખૂબ પસંદ કરે છે અને સલ્લુ ભાઈની આગામી ફિલ્મ ક્યારે આવશે તે જાેવાની રાહ જાેતા રહે છે. વાસ્તવમાં, સલમાન ખાન એક દાયકા કરતાં પણ વધુ સમયથી “ઈદ”ના અવસર પર તેના ચાહકોને સરપ્રાઈઝ કરતા રહ્યા છે, પરંતુ વર્ષ ૨૦૨૪માં આવું જાેવા મળ્યું ન હતું.

આ વર્ષે સલમાન ખાનની ફિલ્મ “ઈદ” પર રિલીઝ થઈ નથી, પરંતુ આ પછી પણ સલમાન ખાન પોતાના ફેન્સને “ઈદ”ની ગિફ્ટ આપી છે. સલમાન ખાને ૨૦૨૪ના “ઈદ”ના અવસર પર એક મોટી જાહેરાત કરી છે અને ખાતરી કરી છે કે, ભલે આ વખતે તેની ફિલ્મ “ઈદ”ના અવસર પર ન આવી હોય, પરંતુ તે આવતા વર્ષે “ઈદ” પર ચોક્કસ આવવાની છે.

સલમાન ખાને ઈદ ૨૦૨૪ના અવસર પર સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. તેણે તેના આગામી પ્રોજેક્ટનું ટાઇટલ જાહેર કર્યું છે. ૨૦૨૫ની “ઈદ”માં આવી રહેલી તેની ફિલ્મનું નામ સિકંદર છે. સાજિદ નડિયાદવાલા આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે અને એ.આર મુરુગાદોસ આ ફિલ્મનું નિર્દેશન કરશે. ટાઈટલની જાહેરાતની સાથે સલમાન ખાને કેપ્શનમાં લખ્યું- આ “ઈદ” બડે મિયાં છોટે મિયાં અને મેદાન જુઓ અને આગામી “ઈદ” પર આવો અને સિકંદરને મળો. સૌને “ઈદ”ની શુભકામના.

ભલે સલમાન ખાનના ચાહકો એ વાતથી દુખી છે કે, તેમના ફેવરિટ સુપરસ્ટારની ફિલ્મ આ વર્ષે સિનેમાઘરોમાં નથી આવી રહી, પરંતુ મોટા દિલના સલમાન ખાને પોતાના ચાહકોને આ “ઈદ” પર પણ હસવાનું કારણ આપ્યું છે. આ જાહેરાતથી ફેન્સ ખુશ છે અને ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું- હે ભગવાન, હું ખૂબ ખુશ છું. અન્ય એક વ્યક્તિએ લખ્યું- જુઓ, વર્ષ ૨૦૨૫માં આખું સિનેમા સિકંદરથી ડરી જશે. અન્ય વ્યક્તિએ લખ્યું- ઈદની શુભેચ્છા ભાઈ, ઈદી માટે આભાર.

તમને જણાવી દઈએ કે, આ વર્ષે “ઈદ”ના અવસર પર અજય દેવગનની “મેદાન” અને અક્ષય કુમારની “બડે મિયાં છોટે મિયાં” રિલીઝ થઈ છે અને આ બંને ફિલ્મોને એડવાન્સ બુકિંગમાં ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

 

(જી.એન.એસ)