Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં સ્પ્રિન્કલર દ્વારા વાહનચાલકો પર પાણીનો છંટકાવ

અમદાવાદમાં વધતી ગરમીના પગલે AMCએ હિટ એક્શન પ્લાન તૈયાર કર્યો

અમદાવાદ,તા.૧૧
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ત્યારે AMCનો હિટ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદમાં ૬૦૦થી વધુ પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે. તેમજ બપોરના સમય ગાર્ડન પણ ખુલ્લા રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્પ્રિન્કલર દ્વારા ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

BRTS બસ સ્ટેન્ડ અને AMTSના ૧૯ ડેપો પર પીવાના પાણીની તેમજ ORSની વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં લુ લાગવાના દર્દીઓ આવે તો તમામ જરૂરી દવાઓ અને સાધનોની સુવિધા કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમીના પગલે છેલ્લા ૯ દિવસમાં ૧૫૦૦થી વધુ લોકો બેભાન થયા હોવાના કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ પેટમાં દુઃખાવો, ઝાડા ઉલટી, બેભાન કે, અર્ધબેભાન થવાના કેસ વધ્યાં છે. ગરમીની બીમારીને કારણે ૧૦૮ ઈમરજન્સી સર્વિસને ૭ હજારથી વધુ કોલ મળ્યાં હોવાનું સામે આવ્યુ છે.

 

(જી.એન.એસ)