Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં ITનું ઓપરેશન, મોટા મોટા માથાઓ ભૂગર્ભમાં ઘુસી ગયા

ઇન્કમટેક્સના ઓપરેશનમાં અમદાવાદ, બરોડા અને રાજકોટના ૧૦૦થી પણ વધુ અધિકારીઓ જાેડાયા

અમદાવાદ,તા.૨૧
અમદાવાદમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટાપાયે સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આઈટીના આ સુપર ઓપરેશનને કારણે હાલ બેઈમાની કરતા બિલ્ડરો, મોટા વેપારીઓ અને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલાં મોટા માથાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. કારણ કે, તેમને ખ્યાલ આવી ગયો છે કે, ગમે ત્યારે આઈટી (IT)ની ટીમ તેમના ઘરનો બેલ પણ વગાડી શકે છે.

આજે અમદાવાદના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર દરોડા પાડીને આઈટીની ટીમે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એટલું જ નહીં ઈનકમ ટેક્સ વિભાગની ટીમે સ્વાતિ સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ ઉપર પણ દરોડા પાડ્યાં છે ત્યાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્વાતિના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસની કાર્યવાહી …

આંબલી રોડ ઉપર આવેલી મુખ્ય ઓફિસ ઉપર પણ ઇન્કમટેક્સ ત્રાટક્યુ હતું. અમદાવાદમાં ૩૫થી ૪૦ સ્થળો પર દરોડા અને સર્વેનું ઓપરેશન. ઇન્કમટેક્સના ઓપરેશનમાં અમદાવાદ બરોડા અને રાજકોટના ૧૦૦થી પણ વધુ અધિકારીઓ જાેડાયા હતા. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવ છે. જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર તવાઈ. મુખ્ય ઓફિસ ઉપર પણ ઇન્કમટેક્સ ત્રાટક્યું. તપાસમાં ૧૦૦થી પણ વધુ અધિકારીઓ જાેડાયા.

સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ સાથે જાેડાયેલા ગ્રુપો પર મેગા ઓપરેશન હાથ ધરાયા બાદ હવે અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. આવકવેરા વિભાગની ટીમે શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોનને ત્યાં તપાસ હાથ ધરી છે. સ્વાતિ બિલ્ડકોન સાથે કનેક્શન ધરાવતા કેમિકલ ગ્રુપ પણ ઈન્કમટેક્સ વિભાગની રડારમાં આવી ગયા છે. સ્વાતિ બિલ્ડકોનના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં પણ તપાસ ચાલી રહી છે.

અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગની ટીમે ૩૫થી ૪૦ સ્થળોએ દરોડા પાડ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શહેરમાં ૩૫થી ૪૦ ઠેકાણાઓ પર ૧૦૦થી વધુ અધિકારીઓની ટીમ ત્રાટકી છે. તપાસમાં અમદાવાદ, બરોડા અને રાજકોટના ૧૦૦થી પણ વધુ અધિકારીઓ જાેડાયા છે. એક સાથે ૩૫થી ૪૦ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવતા શહેરના અન્ય જ્વેલર્સ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે. ઈન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા આંબલી રોડ ઉપર આવેલી મુખ્ય ઓફિસ પર તપાસ હાથ ધરવામાં આવી છે. તો એસજી હાઈવે પરના સિગ્નેચર-૧ની સ્વાતિ ગ્રુપની ઓફિસ પર વહેલી સવારથી સર્ચ હાથ ધરાયું છે. અહીં ૧૦ અધિકારી અને કર્મચારી સહિત ૪ પોલીસ કર્મીઓ સાથે તપાસ હાથ ધરવામાં આવી છે.

અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર સકંજાે કસાયો છે. શહેરમાં ૩૫થી ૪૦ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આશરે ૧૦૦થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જાેડાયા છે. આ દરોડાના અંતે મોટી માત્રામાં કાળુ નાણું બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

1 COMMENTS

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *