Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

વરસાદ ફરી અમદાવાદને ઘમરોળશે, આગામી બે દિવસ ફરી કરવામાં આવી આગાહી

અમદાવાદમાં 2થી 3 ઈંચ જેટલા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 10 જુલાઈના રોજ 18 જુલાઈ આસપાસ પડેલા વરસાદે શહેરને ઘમરોળ્યું હતું. વરસાદની બાદની વિપરીત પરિસ્થિતિનો સામનો હજૂ પણ લોકો કરી રહ્યા છે. ત્યારે ફરી અમદાવાદમાં આગામી બે દિવસમાં વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ જે પ્રકારે વરસાદ વરસ્યો હતો કદાચ એટલો અતિ ભારે વરસાદ નહીં પડે જેથી થોડી રાહત પહેલાના વરસાદ સામે મળી શકે છે. અમદાવાદમાં 2થી 3 ઈંચ જેટલા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બીજી બાજુ એએમસી (AMC) દ્વારા વોટર પંપથી હજુ પણ વરસાદના 3 દિવસ બાદ પાણી ઉલેચવાની કામગિરી થઈ રહી છે ત્યારે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે.
અત્યારે એએમસીએ પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તારના તમામ ઝોનમાં 75થી વધુ ડી વોટરીંગ પંપો મૂકી દીધા છે.

ખાસ કરીને અમદાવાદમાં ગુજરાતની જેમ 15 જુલાઈ બાદ પણ અમદાવાદમાં પણ વરસાદનું જોર ઘટે તેવી શક્યતાઓ છે. ઓરીસ્સાનું લો પ્રેશર 14 જુલાઈ સુધી એટલે કે આવતી કાલે ગુજરાત પહોંચશે જેથી ગુજરાત પહોંચ્યા બાદ પહેલાની સરખામણીએ વરસાદની તારાજી હાલ પૂરતી નહીં જોવા મળે પરંતુ ખાસ કરીને હવામાન નિષ્ણાતો એવું પણ કહી રહ્યા છે કે, ઓરીસ્સાની આસપાસ ફરી એક નવું લૉ પ્રેશર સક્રીય થવાની સંભાવના છે. જે અન્ય રાજ્યોમાં ફેલાય તેવી પણ શકયતાઓ છે જેથી ગુજરાતમાં બની શકે છે કે, અત્યારની સ્થિતિ જેવી પરિસ્થિતિ નિર્માણ ના થાય.

બીજી બાજુ અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં પણ અત્યાર સુધીની સિઝનનો 27 ટકા જેટલો વરસાદ  નોંધાઈ ચૂક્યો છે. વરસાદના કારણે અમદાવાદ શહેરમાં 139 વૃક્ષો ધરાસાઈ થયા હતા. જિલ્લામાં ગઈકાલ સુઘીમાં 1848 એમ.એમ. વરસાદ નોંધાયો છે. 

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *