“અમદાવાદ મુસ્લીમ બાવર્ચી જમાત” તરફથી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણનું કાર્યક્રમ યોજાયું

0

આ કાર્યક્રમમાં બાવર્ચી જમાતના આશરે 500 વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા.

આમીર શેખ (સંજરી એક્સપ્રેસ)

અમદાવાદ,તા.૧૫

શહેરના જમાલપુર અમદાવાદ મુસ્લિમ બાવર્ચી એસ્ટેટ ખાતે આજ રોજ “અમદાવાદ મુસ્લીમ બાવર્ચી જમાત” (ભઠીયારા જમાત) તરફથી વિદ્યાર્થીઓને મફત ચોપડા વિતરણનું કાર્યક્રમ યોજાયું હતું.

આ કાર્યક્રમમાં બાવર્ચી જમાતના આશરે 500 વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મેહમાન તરીકે દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.તડવી હાજર રહ્યા હતા અને તેમના હસ્તે વિદ્યાર્થીઓને ચોપડા આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે “અમદાવાદ મુસ્લીમ બાવર્ચી જમાત”ના પ્રમુખ, સેક્રેટરી, તથા ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here