Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

યુએન હ્યુમન રાઇટ્‌સ કાઉન્સિલમાં ઇઝરાયેલ વિરુદ્ધ ઠરાવ, ભારત સહીત ૧૩ દેશોએ અંતર રાખ્યું

ઠરાવમાં માંગ કરવામાં આવી હતી કે, ઇઝરાયેલ જેણે ૧૯૬૭માં પૂર્વ જેરુસલેમ સહિત પેલેસ્ટાઇન પર કબજાે કર્યો હતો, તેણે તેનો કબજાે ખતમ કરવો જાેઈએ.

યુએન,તા.૦૬
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ૭ ઓક્ટોબર, ૨૦૨૩થી યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે ૫ એપ્રિલ, શુક્રવારના રોજ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ઈઝરાયેલ વિરુદ્ધ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. માનવાધિકાર પરિષદના આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, ઇઝરાયેલે ગાઝામાં યુદ્ધ અપરાધ અને માનવતા વિરુદ્ધ અપરાધ કર્યા છે, જેના માટે તેને જવાબદાર ઠેરવવો જાેઈએ.

તમને જણાવી દઈએ કે, ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરેલા આ પ્રસ્તાવથી અંતર જાળવી રાખ્યું હતું. ભારતે શુક્રવારે માનવાધિકાર પરિષદમાં એક ઠરાવને અવરોધિત કર્યો હતો જેમાં ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરવામાં આવી હતી અને એ પણ માંગ કરી હતી કે, ઇઝરાયેલ તરત જ ગાઝા પટ્ટીની ગેરકાયદેસર નાકાબંધી હટાવે. ૨૮ દેશોએ આ પ્રસ્તાવની તરફેણમાં, ૬ વિરોધમાં અને ૧૩ દેશોએ તેનાથી અંતર રાખ્યું હતું. માત્ર ભારત જ નહીં પરંતુ ભારત, ફ્રાન્સ, જાપાન, નેધરલેન્ડ અને રોમાનિયા સહિત ૧૩ દેશોએ આ પ્રસ્તાવ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઠરાવની વિરુદ્ધ મતદાન કરનારાઓમાં આજેર્ન્ટિના, બલ્ગેરિયા, જર્મની અને અમેરિકાનો સમાવેશ થાય છે. ઠરાવની તરફેણમાં મતદાન કરનારા દેશોમાં બાંગ્લાદેશ, બેલ્જિયમ, બ્રાઝિલ, ચીન, ઇન્ડોનેશિયા, કુવૈત, મલેશિયા, માલદીવ, કતાર, દક્ષિણ આફ્રિકા, સંયુક્ત આરબ અમીરાત અને વિયેતનામનો સમાવેશ થાય છે.

ઠરાવમાં માંગ કરવામાં આવી હતી કે, ઇઝરાયેલ જેણે ૧૯૬૭માં પૂર્વ જેરુસલેમ સહિત પેલેસ્ટાઇન પર કબજાે કર્યો હતો, તેણે તેનો કબજાે ખતમ કરવો જાેઈએ. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ થવો જાેઈએ અને ગાઝા સુધી પહોંચવા માટે તાત્કાલિક માનવતાવાદી પહોંચ અને સહાય માટે પણ હાકલ કરવામાં આવી છે. ઠરાવમાં એવી પણ માગણી કરવામાં આવી હતી કે, ઇઝરાયેલ તુરંત જ ગાઝા પટ્ટી પરની તેની ગેરકાયદેસર નાકાબંધી અને ઘેરાબંધી હટાવે.

 

(જી.એન.એસ)