Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

બ્લોક બસ્ટર ફિલ્મ “કસુંબો”ના 50 દિવસ થવા પર એક શાનદાર પાર્ટી યોજાઈ

(રીઝવાન આંબલીયા)

આ પાર્ટીમાં દરેક નાના-મોટા આર્ટિસ્ટને અને ફિલ્મ સાથે સંકળાયેલ દરેક વ્યક્તિને એક સરખી ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બ્લોક બસ્ટર ફિલ્મ “કસુંબો”ને 50 દિવસ પૂરા થયાની ખુશીમાં પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટી ફાઇવ સ્ટાર હોટલ Courtyard Marriottમાં રાખવામાં આવી હતી.  આ પાર્ટીમાં અનેક સેલિબ્રિટીઓ બહારગામથી પણ આવ્યા હતા.

વિજય ગીરી બાવાની આ એક એવી ગુજરાતી ફિલ્મના અમે સાક્ષી છીએ જે હિસ્ટોરિકલ બનવા તરફ જઈ રહી છે, જેના અમે બધા લોકો સાક્ષી રહીશુ તે વાતનુ ગૌરવ રહેશે. આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જે વર્લ્ડ લેવલે હિન્દીમાં રિમેક થશે, આવી એક જાહેરાત થઈ હતી બીજી એક મોટી જાહેરાત એ હતી કે, જૈન સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જે 51 લોકોએ આદિનાથ દાદા માટે બલિદાન આપેલું તેની એક મ્યુઝિયમ બનાવવાની જાહેરાત થઈ હતી. મતલબ આવનારા કેટલાય વર્ષો સુધી આ “કસુંબો” ફિલ્મની યાદ લોકોના દિલો દિમાગમાં છવાયેલી રહેશે.

ગુજરાતનો આ એવો એક પ્રથમ ઇતિહાસ હશે જે લોકો સુધી પહોંચાડવાના વિજયગીરી બાવા ઉત્તમ નિમિત બન્યા, એમના સંશોધનને અને એમની સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન આ એક એવી ફિલ્મ છે કે, જેના વિશે ઘણું બધું ઘણી બધી વાર લખાઈ ચૂકયુ છે એટલે તો બધા જાણે જ છે છતાં ભૂલે ચૂકે પણ જો જોવાની રહી ગઈ હોય તો ઇતિહાસ ના સાક્ષી માટે જોઈ આવજો ખરા સમગ્ર હયાત ફેમિલી સાથે હજુ પણ ફીલ્મ થિયેટરોમાં ચાલુ જ છે અને હાઉસફુલ પણ હોય છે.

આ પાર્ટીમાં દરેક નાના-મોટા આર્ટિસ્ટને અને ફિલ્મ સાથે સંકળાયેલ દરેક વ્યક્તિને એક સરખી ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એક બહુ મોટી ઈતિહાસિક વાત છે કે, નાના ટેકનિકલ માણસને પણ એ જ ટ્રોફી આપી છે જે મોટા કલાકારોને પણ મળી છે સન્માનિત કરવાની આ કળા લોકોએ વિજયગીરી બાવા પાસેથી શીખવી જોઈએ…

સેલિબ્રિટી ફોટોગ્રાફર અને સો કરવાના સપોર્ટરોને પણ એ જ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમણે  વિજય ગીરી બાબાનું ખૂબ ખૂબ આભાર માન્યો હતો, તથા ખૂબ આદર મળ્યો તેનું ગૌરવ છે.