Safeer News

Breaking News from Ahmedabad

પ્રતિકાત્મક તસ્વીર
ગુજરાત

સુરત : સાયકલ અપાવવાની લાલચ આપી બાળક સાથે નરાધમ યુવાને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

બાળકને અવાવરું જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને હથિયાર બતાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

સુરત,તા.૨૭
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવાન દ્વારા સાયકલ અપાવવાની લાલચ આપી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં આ બાળકને અવાવરું જગ્યાએ લઈ જઈ નરાધમ યુવાને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ બનાવ અંગે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક ધોરણે આ નરાધમની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો ૧૨ વર્ષનો બાળક પોતાના ઘર નજીક ધુળેટીના પર્વ નિમિત્તે રમી રહ્યો હતો. આ દરમિયાન અમિત પાંડે નામનો યુવાન તેની પાસે આવ્યો હતો અને સાયકલ અપાવવાની લાલચ આપી બાળકને પોતાના બાઈક ઉપર બેસાડી તેનું અપહરણ કરી ભાગી છૂટ્યો હતો. આ બાળકને અવાવરું જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને હથિયાર બતાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ ઘટના બાદ અમિત પાંડે ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

બાળક ઘરે પહોંચ્યા બાદ સમગ્ર હક્કીક્ત તેણે પોતાના માતાપિતાને વર્ણવી હતી. જે વાત સાંભળી માતા પિતા પણ ચોકી ઉઠ્‌‌યા હતા. બાળકના માતા-પિતા તાત્કાલિક ધોરણે પાંડેસરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને અમિત પાંડે વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. જે ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અજયની શોધખોળ હાથ ધરી હતી. જ્યાં ગણતરીના સમયમાં જ પોલીસે નરાધમ એવા અમિત પાંડેની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.

પોલીસ પૂછપરછમાં અમિત બેકારીનું જીવન ગુજારતો છે, તે જ્યારે બાળકના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેની નજર આ બાળક ઉપર પડી હતી અને ત્યારબાદ તેનું અપહરણ કરી તે લઈ ગયો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.

 

(જી.એન.એસ)