IPS અધિકારીની ઓળખ આપી તોડ કરનાર શખ્સ ઝડપાયો

0


રાજકોટ,
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જસદણ વિસ્તારમાં આઇપીએસ અધિકારી તરીકેની ઓળખ આપી તોડ કરનારા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર મામલે જસદણ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને સકંજામાં લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જસદણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે. જે. રાણાને બાતમી મળી હતી કે, જસદણ વીંછીયા બાયપાસ પર એક વ્યક્તિ આઇપીએસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી લોકો પાસેથી પૈસાનો તોડ કરી રહ્યો છે. લોકોને IPS અધિકારી હોવાનું ઓળખકાર્ડ બતાવે છે અને ત્યારબાદ તેમની પાસેથી પૈસાનો તોડ કરે છે. ત્યારે જસદણ પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવતા આઇપીએસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી લોકો પાસેથી પૈસાનો તોડ કરનાર ધંધુકા તાલુકાના ફેદરા ગામનો સંજય પોપટભાઈ પટેલ ઝડપાઈ ગયો હતો.

પોલીસે તેની તલાસી લેતાં તેનું આઇકાર્ડ નકલી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે જસદણ પોલીસ મથકમાં આઇપીએસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપનાર સંજય પટેલ નામના શખ્સ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં તેણે કેટલા રૂપિયાનો તોડ કર્યો છે કોની કોની પાસેથી કર્યો છે. કેટલા સમયથી તે આ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચરતો હતો તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here