Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સોશિયલ મીડિયા પર ન્યૂડ કોલ કરી રૂપિયા પડાવતી ભેજાબાજ ટોળકીનો આતંક વધ્યો

વોટ્સએપ, મેસેન્જર પર આવતા અજાણ્યા વીડિયો કૉલથી કેટલાય યુવાનોની ઊંઘ હરામ

વીડિયો કોલ કરી અશ્લીલ ડ્રશ્યો બતાડી બ્લેકમેલ કરતી ટોળકીનો શિકાર બનતા અનેક યુવાનો

ભારત દેશ ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યો છે, આ ડિજિટલ યુગનો જ્યાં એક યુવા વર્ગ સદઉપયોગ કરી રહ્યો છે તો કેટલાક ભેજાબાજો તેનો દૂર ઉપયોગ કરી વહેલા પૈસા કમાવવાની લ્હાયમાં અનેક યુવાનોની જીંદગી સાથે રમત રમી રહ્યા હોય તેવા કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.

ખાસ કરી સોશિયલ મીડિયામાં વોટ્સએપ અને મેસેન્જર જેવી એપ પર આવતા અજાણ્યા વ્યક્તિઓના વીડિયો કોલના ચલણમાં આજકાલ ખૂબ વધારો નોંધાયો છે, સામાન્ય રીતે સોશિયલ મિડિયા એકાઉન્ટ પર વીડિયો કોલ કરી લોકો એક બીજાના હાલ ચાલ અથવા કોઈ સુંદર જગ્યાએ તથા ધાર્મિક સ્થાને ગયા હોય તો પરિવારના અન્ય વ્યક્તિઓને તેનાથી માહિતગાર કરવા માટે લોકો વધુ ઉપયોગ કરતા હોય છે, પરંતુ હવે તમારા મોબાઈલ અને મેસેન્જર સુધી આવતા અજાણ્યા નંબર પરના વીડિયો કોલ લોકોની ઊંઘ હરામ કરવા જેવી સ્થિતિનું સર્જન કરી રહ્યા છે.

કઈ રીતે ભેજાબાજ તત્વો લોકોને બ્લેકમેલ કરે છે ?

ભેજાબાજ તત્વો પ્રથમ તો મિટા જેવી એપ પર ફેક એકાઉન્ટ બનાવી તેમાં સુંદર યુવતીઓના ફોટો અપલોડ કરી ફ્રેન્ડ રિકવેસ્ટ જે તે વ્યક્તિને મોકલતા હોય છે, જે ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ત કર્યાના થોડા સમય બાદ જ તેઓને મેસેન્જર પર મેસેજ આવવાના શરૂ થતાં હોય છે, પ્રથમ તો સામે વાળી ભેજાબાજ વ્યક્તિ શરૂઆતમાં સામાન્ય વાત ચિત કરતા હોય છે તેમજ યુઝર્સની અંગત માહિતી પણ મેળવતા હોય છે તેમ તેઓ સામેના મેસેજમાં જે તે સ્થળનું નામ આપી જે તે વ્યવસાય અથવા અભિયાસ કરે છે તેમ જણાવી વિશ્વાસમાં લેતા હોય છે, બસ થોડા સમય સુધી ચાલેલ વાતચીત બાદ સામે રહેલ ભેજાબાજ યુવતી વોટ્સએપ નંબર માંગતી હોય છે.

અતિ ઉત્સાહમાં આવેલ કેટલાય યુવાનો એ યુવતીને પોતાનો વોટ્સએપ નંબર શેર કરતા હોય છે અને બસ ત્યાર બાદ જ ભેજાબાજ ટોળકીનો અસલી ખેલ શરૂ થઇ જતો હોય છે, વોટ્સએપ નંબર પહોંચ્યા બાદ ત્યાં પણ થોડા સમય માટે સામાન્ય વાતચીત થાય છે અને પછી સામે બેસેલ યુવતી યુઝર્સને વીડિયો કોલ પર વાતચિત કરવાની ઓફર આપતી હોય છે તેમજ આજે તે બહુ મૂળમાં છે તે પ્રકારના અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરી યુઝર્સના માઈન્ડને ડાયવર્ટ કરતી હોય છે.

આ તરફ ઉત્સાહિત બનેલા કેટલાય યુવાનો સામે વારી યુવતીની વાતોમાં આવી જઈ વીડિયો કોલ કરતા હોય છે જે બાદ સામે વારી યુવતી તેના શરીર પરના એક બાદ એક તમામ કપડાં વીડિયો કોલમાં ઉતારી ન્યૂડ અવસ્થામાં દેખાય છે અને બાદમાં પોતાની જાલમાં ફસાયેલ યુવકને બાથરુમમાં જવાની ઓફર કરી તેને પણ સામે ન્યૂડ કરતી હોય છે, જે બાદ યુવાનો પણ ન્યૂડ થઇ જતા હોય છે અને પોતાના પ્રાઈવેટ પાર્ટ યુવતીને બતાડી દેતા હોય છે.

થોડીવાર બાદ અચાનક વીડિયો કોલ બંધ થઈ જતો હોય છે અને બાદમાં જે તે વોટ્સએપ નંબર યુવાને શેર કર્યો હતો તેના ઉપર તેના ન્યૂડ ડ્રશ્યો ભેજાબાજ ટોળકીનો સદસ્ય મોકલતો હોય છે, પોતાના ન્યૂડ વીડિયોની કલીપ જોઈ કેટલાય યુવાનો સમાજમાં બદનામી થશે તેવો ડર અનુભવતા થઇ જતા હોય છે તે બાદ સામે વારો ગઠિયો યુવાનને વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપતો હોય છે તેમજ તેના સોશિયલ મિડિયા આઇ ડીના તમામ ફ્રેન્ડ અને સગા સંબંધીઓને પણ વીડિયો શેર કરવાની ધમકીઓ આપતો હોય છે, આ બધું જોઈ હેબતાઈ જતા યુવાનો ગઠિયાઓની વાત આખરે માની લેતા હોય છે તો સામે વારો ગઠિયો પણ યુવાનો પાસેથી બ્લેક મેલ કરી સ્ટેપ બાય સ્ટેપ હજારો રૂપિયા પડાવી લેતો હોય છે.

ગુજરાત રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં પણ આ પ્રકારની ઘટનાઓમાં વધારો નોંધાઇ રહ્યો છે જે બાદ સાયબર ક્રાઇમ પણ એક્ટીવ થઇ છે, લોકોની ફરિયાદો બાદ સાયબર ક્રાઇમ વિભાગ પણ લોકોને આ પ્રકારના અજાણ્યા વીડિયો કોલ ન ઉચકવા તેમજ તેઓની વાતોમાં આવી નાણાં ન આપવા અંગેની અપીલો અવારનવાર કરતું આવ્યું છે, જોકે હજુ પણ આ પ્રકારના વીડિયો કોલ બંધ થવાનું નામ ન લેતા હોય તેવી સ્થિતિનું સર્જન સોશિયલ મિડિયા યુઝર્સમાંથી સામે આવી રહ્યું છે.

લોકોને અપીલ છે કે આવા કોલ ન ઊંચકી જેતે નંબરને વોટ્સઅપ અથવા ફેસબુક મિટાના મેસેન્જરમાં જઈ રિપોર્ટ ઓપશન ક્લિક કરવાથી તે આઈ ડી ઓટોમેટિક બંધ થઇ જતી હોય છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *