Safeer News

Breaking News from Ahmedabad

દેશ

જાે તમે ફાઈલ રીટર્ન ના કરાવી હોય તો કરી દો, બાકી ૨૦૦ % દંડ ભરવો પડશે

વિત અધિનિયમ-૨૦૨૨માં કરદાતાને અપડેટ આવક વેરા રિટર્ન દાખલ કરવાની સુવિધા દાખલ કરવાની સુવિધા આપવામાં આવી છે.

નવીદિલ્હી,તા.૨૩
જાે કોઈ કરદાતાએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ માટે આવકવેરા રિટર્ન દાખલ નથી કર્યુ કે, તેમાં કોઈ આવક બતાવવી ભુલી ગયો છે તો તે ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીમાં અપડેટ રિટર્ન (આઈટીઆર-યુ) દાખલ કરી શકે છે. જાે કોઈ કરદાતા તેમાં ચૂકી જાય તો તેને ૨૦૦ ટકા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

વિત અધિનિયમ-૨૦૨૨માં કરદાતાને અપડેટ આવક વેરા રિટર્ન દાખલ કરવાની સુવિધા દાખલ કરવાની સુવિધા આપવામાં આવી છે. જાે કોઈ કારણે કરદાતા રિટર્ન દાખલ નથી કરી શકતો કે, તે કોઈ આવક બતાવવી ભુલી જાય છે તો તે આકલન વર્ષ પુરું થવાના ૨૪ મહિનામા અપડેટ રિટર્ન દાખલ કરી શકે છે.

કરદાતાએ અપડેટ રિટર્નમાં બધી જાણકારીઓ આપવી પડશે. તેમાં મૂળભૂત વિવરણ, પહેલા દાખલ કરેલ રિટર્નની વિગત, રિટર્ન દાખલ કરવાનું કારણ સામેલ છે. જાે કોઈએ પહેલા રિટર્ન નથી ભર્યું તો પણ અપડેટ રિટર્નથી નવું રિટર્ન દાખલ કરી શકાય છે. અપડેટ રિટર્ન ભરવા માટે પણ કરદાતાએ પેમેન્ટ કરવું પડી શકે છે. સંબંધીત આકલન વર્ષ પુરું થયાના ૧૨ મહિનામાં આઈટીઆર-યુ દાખલ કરવા માટે કુલ કર જવાબદારી અને વ્યાજના ૨૫ ટકાના બરાબર વધારાનો કર આપવો પડે છે, જયારે ૧૨ મહિના બાદ અને બે વર્ષ પહેલા ભરવા પર ૫૦ ટકા વધારાનો કર ભરવો પડે છે.

 

(જી.એન.એસ)