Safeer News

Breaking News from Ahmedabad

દેશ

છત્તીસગઢ : એક વૃદ્ધ મહિલા અવસાન બાદ ફરી જીવતી થઇ

ડોકટરે મૃત જાહેર કર્યાના ૧૮ કલાક બાદ ફરી શ્વાસ લેવા લાગતા ચમત્કાર

બિહારના બેગુસરાય જિલ્લામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેનાથી માત્ર મેડિકલ સાયન્સ જ નહીં સામાન્ય લોકો પણ આશ્ચર્યચકિત છે. છત્તીસગઢના ગઢવા જિલ્લામાં એક વૃદ્ધ મહિલાનું અવસાન થયું, પરંતુ તેણીના જન્મસ્થળ એટલે કે, બિહારની સરહદમાં પ્રવેશતાની સાથે જ તે જીવિત થવા લાગી. હાલ મહિલા બેગુસરાય સદર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં હાલ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

ડોક્ટરોએ પણ તેને ચમત્કાર ગણાવ્યો અને કહ્યું કે, છત્તીસગઢમાં જે મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. છેવટે, બિહારની સરહદે પહોંચતા જ એમાં જીવ કેવી રીતે આવી ગયો..? મેડિકલ સાયન્સ માટે પણ આ એક ચમત્કાર છે. બેગુસરાય જિલ્લાના નીમા ચાંદપુરાની રહેવાસી રામવતી દેવી થોડા દિવસો પહેલા તેના પુત્રો મુરારી સાવ અને ઘનશ્યામ સાવ સાથે છત્તીસગઢ ફરવા ગઈ હતી. જ્યાં મૃતક મહિલા રામવતી દેવીના પરિવારજનો છત્તીસગઢ રાજ્યના ગઢવા જિલ્લામાં રહેતા હતા. ૧૧ ફેબ્રુઆરીએ રામવતી દેવીની તબિયત અચાનક બગડી હતી. તરત જ તેમના પરિવારે તેમને સારવાર માટે છત્તીસગઢના એક ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. મૃત્યુ બાદ પરિવારના સભ્યોએ પોતાની વચ્ચે ચર્ચા કરીને મહિલા રામવતી દેવીને ઘરે લાવવાનો ર્નિણય કર્યો અને ઘરે જ તેમના અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કર્યું.

છત્તીસગઢના ગઢવા જિલ્લામાંથી બંને પુત્રો રામવતી દેવી સાથે ખાનગી વાહનમાં બિહાર જવા નીકળ્યા હતા. લગભગ ૧૮ કલાક પછી, જેમ જ બધા બિહારની સરહદમાં પ્રવેશ્યા, ઔરંગાબાદ નજીકના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, પરિવારને રામવતી દેવીના શરીરમાં થોડી હલચલનો અનુભવ થયો. જે બાદ પરિવાર તેને બેગુસરાય સદર હોસ્પિટલ લઈ ગયો. જ્યાં તપાસ દરમિયાન તબીબોએ પણ સ્વીકાર્યું કે, રામવતી દેવીનું હજુ જીવન બાકી છે. તેમને સારવાર માટે ICUમાં દાખલ કાર્ય હતા. મહિલાની ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.

એક તરફ રામવતી દેવીના પુનરુત્થાનથી પરિવારના સભ્યો ખુશ છે. પરિવારના સભ્યો ડોક્ટરોને વિનંતી કરી રહ્યા છે કે, રામવતી દેવી માટે વધુ સારી મેડિકલ વ્યવસ્થા કરવામાં આવે જેથી તે જલ્દી સુધરી શકે. સદર હોસ્પિટલના ડૉક્ટરો પણ આ કેસને ચમત્કાર ગણાવે છે અને કહે છે કે, ૧૨મી ફેબ્રુઆરીએ રામવતી દેવીનું મૃત્યુ અને ૧૩મી ફેબ્રુઆરીએ લગભગ ૧૮ કલાક પછી તેમનું શરીર પાછું જીવવું એ કોઈ ચમત્કારથી કમ નથી.

જાે કે, ડોકટરોએ અનુમાન લગાવ્યું છે કે, છત્તીસગઢના ગઢવામાં હાર્ટ એટેકના કારણે રામવતી દેવીને મૃત જાહેર કરવામાં આવી હતી, પરંતુ રસ્તામાં વાહનમાં આંચકો લાગવાથી તે જીવિત થવા લાગી હતી. હાલ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ભવિષ્યમાં રામવતી દેવી સાથે જે પણ થાય તે અંગે ડોક્ટરો પણ સહમત છે, પરંતુ હાલમાં રામવતી દેવીમાં વધુ સારા સુધારાઓ નોંધવામાં આવી રહ્યા છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને તેમની સારવારમાં કોઈ બેદરકારી દાખવવામાં આવી નથી.

 

(જી.એન.એસ)