Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

દસ્તાવેજની નોંધણી કરતા સમયે માત્ર ખરીદનાર અને વેચનાર તથા સાક્ષી જ હાજર રહેશે

સુપ્રીટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પે આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. સાથે જ વકીલોની હાજરીને પણ ગેરકાયદે ઠેરવવામાં આવી છે.

અમદાવાદ,
રાજ્ય સરકારે મકાનના દસ્તાવેજના નોંધણી મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં ખરીદેલી મિલકતનો દસ્તાવેજ કરાવવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દસ્તાવેજની નોંધણી સમયે અન્ય કોઈ હાજર નહીં રહી શકે. માત્ર ખરીદનાર, વેચનાર અને સાક્ષીને જ હાજર રહેવાની છૂટ આપવામાં આવી છે.

સુપ્રીટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પે આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. સાથે જ વકીલોની હાજરીને પણ ગેરકાયદે ઠેરવવામાં આવી છે. જાે કે, આ નિર્ણયનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. વકીલો તેમને હાજર રહેવા દેવાની માંગ કરી રહ્યા છે. મિલકતને ખરીદ્યા અને વેચ્યા બાદ તેને સબ રજિસ્ટ્રારની કચેરીમાં દસ્તાવેજની નોંધણી કરાવવાની હોય છે. ત્યારે મિલકત નોંધણી માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે મુજબ, હવેથી દસ્તાવેજની નોંધણી સમયે માત્ર ખરીદનાર અને વેચનાર તથા સાક્ષીને જ હાજર રહેવાનો નિયમ બનાવાયો છે.

આ અંગેનો પરિપત્ર સુપરીટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ કચેરી દ્વારા ૩ માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ દસ્તાવેજની નોંધણીમા વકીલોની હાજરીને પણ ગેરલાયક ઠેરવવામાં આવી છે. આ ઉપરાંત દસ્તાવેજની નોંધણી સમયે વકીલની જેમ જ બોન્ડ રાઈટરની હાજરીને પણ ગેરકાયદેસર ઠેરવવામાં આવી છે. બોન્ડ રાઈટર મિલકતની ખરીદ વેચાણના દસ્તાવેજ તૈયાર કરે છે. તેમની પાસે તો તેનું અધિકૃત લાયસન્સ હોય છે. તેમ છતાં બંનેની હાજરીને પણ ગેરકાયદેસર ગણાવી છે. મિલકતની ખરીદી અને વેચાણના દસ્તાવેજાે કરવા માટે મિલકત ખરીદનાર અને વેચનાર સાથે અનધિકૃત વ્યક્તિ હાજર ન રહે તેની ચોકસાઈ કરવા માટે સબ રજિસ્ટ્રારની કચેરીઓનું વિડીયો રેકોર્ડિંગ કરીને નોંધણી નિરીક્ષકની કચેરીને મોકલી આપવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

અધિક નોંધણી નિરીક્ષક, મદદનીશ નોંધણી નિરીક્ષક – ઝોન, મુખ્ય સ્ટેમ્પ નિરીક્ષક-ઝોન, મદદનીશ નોંધણી નિરીક્ષક-કોર્પોરેશન સહિતની કચેરીઓનું વીડિયો રેકોર્ડિંગ કરવાનો આદેશ નોંધણી આપવામાં આવ્યો છે. આ નવા નિયમથી વકીલોમાં આક્રોશ વધી ગયો છે. તો બીજી તરફ, દસ્તાવેજ નોંધાવવા જનારા અને નોંધણીની પ્રક્રિયાથી સાવ અજાણ લોકોને હાલાકી વધી શકે છે. કારણ કે, દરેકને આ બાબતની સમજ હોય તે જરૂરી નથી. આ સંજાેગોમાં દસ્તાવેજના સંદર્ભમાં કેટલીક અડચણો આવી શકે છે. તે માટે વકીલોની હાજરી જરૂરી છે તેવુ વકીલોએ જણાવ્યું છે. સાથે જ મિલકત ખરીદી કે, વેચાણ કરનારાઓને ગેરમાર્ગે દોરી શકે છે. તેમના ખિસ્સા પણ ખંખેરી શકે છે.

વકીલો જેવી સમજણ સામાન્ય માણસોને તો શું ક્યારેક ભણેલા ગણેલા લોકોને પણ હોતી નથી કારણ કે, આ વિષય તેમનાથી અજાણ છે. આ કારણ દસ્તાવેજની નોંધણી સમયે વકીલોની હાજરી હોવી અનિવાર્ય છે તેવુ વકીલો દ્વારા જણાવાયું છે. જાે કે, બીજી તરફ નોંધણી નિરીક્ષક સુપરીટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પે કરેલો પરિપત્ર કાયદેસર જણાતા હોવાની વકીલોએ દલીલ કરી છે. વકીલોનું કહેવુ છે કે, ભૂતકાળમા નાના ફ્લેટ માટે ખોટી સ્ટેમ્પ ડ્યુટી જમા કરાવવાની કલમ ૩૨-(ક)ની નોટિસો સબરજિસ્ટ્રાર કચેરીમાંથી આપીને અબજાેનો ભ્રષ્ટચાર કરવામાં આવ્યો હતો.

 

(જી.એન.એસ)