Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સુરત : દરગાહ પર જીયારત કર્યા બાદ ફુલ સ્પીડમાં બાઈક પર જતાં અકસ્માત થતા બે મિત્રો પૈકી એકનું મોત

સાંજે ઈફ્તારી કર્યા બાદ એટલે કે, રોજા છોડયા બાદ નવાઝ અને મિત્ર સમીર ગોપીપુરા ખાતે આવેલ ખ્વાજાદાના સાહબની દરગાહ પર સલામી આપવા માટે ગયા હતા.

સુરત,
સુરતના ભાઠેનાના નવા બ્રિજ ઉપર ગત રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગોપીપુરા ખાતે આવેલી દરગાહ પર જીયારત કર્યા બાદ બે મિત્રો બાઈક પર ઘરે જવા માટે નીકળ્યા હતા. બન્ને ભાઠેના બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમની બાઈક સ્પીડમાં હોવાને લીધે ચાલકે સંતુલન ગુમાવી દીધો હતો. જેને કારણે બાઈક આગળ જઈ રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે મિત્રો પૈકી એકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જયારે અન્યને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

સુરતનાં લિંબાયત ફૂલવાડી મીઠી ખાડીમાં રહેતો ૧૯ વર્ષીય નવાઝ ઉર્ફે શોએબ બક્ષીશ ખાન પઠાણ અને ૨૧ વર્ષીય મિત્ર સમીર યાસીન પઠાણ ગત રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં રોકડીયા હનુમાન મંદિરથી ભાઠેના તરફ જતા બ્રિજ ઉપરથી જઈ રહ્યા હતા. નવાઝ ઉર્ફે શોએબ બાઈક ચલાવી રહ્યો હતો અને સમીર તેની પાછળ બેઠેલો હતો. દરમિયાન બાઈક ઓવર સ્પીડમાં હોવાને લીધે સંતુલન નહીં રહેતા બાઈક આગળ જઈ રહેલ ટ્રક સાથે ભટકાઈ ગઈ હતી.

અકસ્માત એટલો ભયંકર હતો કે, નવાઝ ઉફે શોએબને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું જયારે સમીરને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જીવ બચવાની આશામાં નવાઝને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જાેકે, ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. અકસ્માતની ઘટના અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

એક બાજુ મુસ્લિમ બિરાદરોનું પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. પરિવારના સભ્યોએ જણાયું હતું કે, સાંજે ઈફ્તારી કર્યા બાદ એટલે કે, રોજા છોડયા બાદ નવાઝ અને મિત્ર સમીર ગોપીપુરા ખાતે આવેલ ખ્વાજાદાના સાહબની દરગાહ પર સલામી આપવા માટે ગયા હતા. સલામી આપ્યા બાદ બન્ને મિત્રો બાઈક પર ઘરે જવા માટે નીકળી ગયા હતા. ત્યારે રસ્તામાં તેમને જીવલેણ અકસ્માત નડ્યો હતો. પુત્રના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. વધુમાં પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, નવાઝને અન્ય ત્રણ ભાઈ અને ત્રણ બહેન છે અને તે કાપડની શોપમાં નોકરી કરતો હતો.

 

(જી.એન.એસ)