Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

Cyber ​​Fraud : ફેસબુક પર ભેંસ જાેઈ ખરીદીનો ઓર્ડર કર્યો, સવા લાખ રુપિયા ગુમાવ્યા

સોશિયલ મીડિયા સાઈટ પર એકાઉન્ટ જાેઈને ભેંસોની ખરીદી કરવા જતા એક પશુપાલકે છેતરાઈ જવુ પડ્યુ છે.

મોડાસા શહેરના કઉ મોતીપુરા ગામના એક પશુપાલક સોશિયલ મીડિયા સાઈટ પર ભેંસો જાેઈને ખરીદવા માટે આકર્ષાયા હતા. તેઓ ભેંસોના ફોટા ઓનલાઈન જાેઈને તેને ખરીદવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ ઓનલાઈન ઠગે છેતરપિંડી આચરી હતી અને જેને લઈ હવે મોડાસા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ છે.

ઘટના બાદ હવે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા તપાસની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. ફોન નંબર અને વ્હોટસએપ દ્વારા દર્શાવવામા આવેલ આધારકાર્ડ સહિતની વિગતો આધારે પોલીસે તપાસ શરુ કરી છે. ઓનલાઈન પૈસા મંગાવ્યા હોય એ એકાઉન્ટની પણ તપાસ હાથ ધરવા અને તેમાં જમા થયેલ રકમને પણ સ્ટોપ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. ફકીર મંહમદ વણઝારાએ ફેસબુક પર લક્ષ્મી ડેરી નામનુ એકાઉન્ટ જાેયુ હતુ. જેને લઈ તેઓએ પંજાબની ભેંસ ખરીદવા માટે ઈચ્છા ફેસબુક વડે દર્શાવી હતી અને નંબરની આપ-લે ત્યાર બાદ થઈ હતી. નંબર મળ્યા બાદ વ્હોટસએપ દ્વારા ચેટિંગ શરુ કરવામાં આવ્યુ હતુ. જેમાં આરોપી શખ્શે પોતાની ઓળખ સુશોન ગાંગુલી હોવાનુ દર્શાવ્યુ હતુ અને આધારકાર્ડ પણ દર્શાવ્યુ હતુ. આધારકાર્ડને જાેઈ વિશ્વાસ લાગતા પશુપાલક ફકીર મંહમંદે વાતચીત આગળ વધારી હતી. જેમાં ગાંગુલીએ તેમની પાસેથી ટોકન રુપે ૧૦ હજાર રુપિયાની રકમ મંગાવી હતી. જેને ફકીર મહમંદે ઓનલાઈન ચૂકવી આપી હતી.

વાત આગળ વધારતા પંજાબી ભેંસ ખરીદી સુધી પહોંચી હતી અને પંજાબથી ભેંસોને રવાના કરવામાં આવી હોવાનો સંદેશો પણ પાઠવ્યો હતો. પશુપાલકે ભેંસની ખરીદી કરી હોવાને લઈ તેની ડિલિવરી કરવા માટે રાજસ્થાન રાજ્યમાં થઈને શામળાજી બોર્ડર થઈ ભેંસ મોડાસા પહોંચનારી હોવાનુ બતાવ્યુ હતુ. આ અંગેની વાતચિત અને સંદેશાઓ પણ સમયે સમયે આરોપી ગાંગુલી કરતો રહેતો હતો. સાથે જ તે ટૂકડે ટૂકડે પૈસા પણ વસૂલતો રહેતો હતો. પરંતુ ભેંસ શામળાજી બોર્ડરે પહોંચવાની વાત કર્યા બાદ ફોન બંધ કરી દેતા જ ફકીર મહંમદને ધ્રાસ્કો પડ્યો હતો.

મોડાસા ડીવાયએસપી કે.જે ચૌધરીએ જણાવ્યું હતુ કે, આ મામલામાં ફરિયાદ નોંધવામાં આવી છે અને સાયબર ક્રાઈમ ટીમ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. જે આધારકાર્ડ અને ફોન નંબર સામે આવ્યા છે તેના મારફતે આરોપીને ઝડપવા માટેની તજવીજ શરુ કરી છે. બેંકમાં પૈસા જમા થયા છે, તેની પણ તપાસ શરુ કરવામાં આવી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *