Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

દસ્તાવેજાેની જૂની જંત્રી મુજબની નોંધણી માત્ર ૧૪મી ઓગષ્ટ સુધી થઇ શકશે : સમય મર્યાદામાં દસ્તાવેજાેની નોંધણી કરાવી લેવા અપીલ

ગાંધીનગર,
રાજ્ય સરકારે ગત ૧૫મી એપ્રિલથી જમીન અને મિલકતોના જંત્રીના ભાવમાં વધારો કર્યો હતો. પરંતુ દસ્તાવેજાેમાં તા.૧૫ એપ્રિલ,૨૦૨૩ પહેલાં પક્ષકારોની સહી થઈ હોય તેવા દસ્તાવેજાે સહી કર્યાની તારીખથી ચાર માસમાં જુની જંત્રી મુજબ નોંધણી કરી શકાશે તેવી જાેગવાઈ કરવામાં આવી હતી. આ સવલતની સમય મર્યાદા તા.૧૪મી ઓગષ્ટ, ૨૦૨૩ના રોજ પૂર્ણ થતી હોઈ આ સમયમર્યાદામાં આવા દસ્તાવેજાેની નોંધ કરાવી લેવા સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગના નાયબ કલેક્ટરશ્રીએ સંબધિતોને અપીલ કરી છે. આવા દસ્તાવેજાેની નોંધણી સમયે વધારેલા જંત્રી ભાવ લાગુ પડશે નહીં.

આ સંદર્ભે કચેરી દ્વારા એમ પણ જણાવાયું છે કે, ૧૫મી એપ્રિલ પહેલા તૈયાર થઈ ગયેલા દસ્તાવેજાે પર પક્ષકારોની સહી થઈ ગઈ હોય અને નિયત રકમનો સ્ટેમ્પ પેપર લગાવવામાં આવેલ હોય તેવા દસ્તાવેજાેની નોંધણી ૧૪મી ઓગષ્ટ સુધીમાં કરાવી લેવાની રહે છે. આવા દસ્તાવેજાેમાં જુની જંત્રીના ભાવ મુજબ મિલકતની બજાર કીંમત તથા સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં આવશે. જે પક્ષકારોને કોઈ પણ કારણોસર દસ્તાવેજ નોંધણી કરાવવાની ન હોઈ અથવા સ્ટેમ્પનો ઉપયોગ કરવાનો ન હોય તો, સ્ટેમ્પ ખરિદી તારીખથી છ માસની સમય મર્યાદામાં રીફંડ માટે સક્ષમ અધિકારીને અરજી કરવાની રહેશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *