Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ભરૂચ : ખુલ્લી ગટરમાં મહિલા ખાબકી જતા ગંભીર ઈજાઓ પહોંચી

સદનસીબે કેટલાક રાહદારીઓની મહિલા પર નજર પડતા તેઓની મદદથી મહિલાને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી

ભરૂચ,તા.૨૫
ભરૂચમાં અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ખુલ્લી ગટરમાં મહિલા પડી જતા ઈજાગ્રસ્ત થઈ હતી. તંત્ર દ્વારા ગટર બનાવવાની કામગીરી બાદ ઢાંકણું લગાવવામાં ન આવતા રાતના અંધારામાં મહિલા ગટરમાં ખાબકી ગઈ હતી. સદનસીબે કેટલાક રાહદારીઓની મહિલા પર નજર પડતા તેમણે સ્થાનિકોની મદદથી મહિલાને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

મહિલાને ગટરમાં પડી જવાથી હાથ પગ અને મોઢા ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જાેવા મળ્યો હતો. લોકોના મિજાજને પારખી તંત્ર દ્વારા તાત્કાલિક ગટર પર ઢાંકણું લગાડવામાં આવ્યું હતું.

 

(જી.એન.એસ)