Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

હઝરત કાલુ શહીદ બાવાની દરગાહને નોટીસ અપાતા “GCS”ના સભ્યો અને ટ્રસ્ટીઓ દ્વારા કાયદાકીય રીતે લડી લેવાનો નિર્ણય

આ મીટીંગમાં “GCS”ના એડવોકેટ શમશાદ ખાન પઠાણ સહિત “GCS”ના બીજા જવાબદાર મિત્રો અને હજરત કાલુ શહીદ બાવાની દરગાહના ટ્રસ્ટી મંજુર હુસેન પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ,તા.૦૫

અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પાસે સદીઓથી આવેલ હઝરત કાલુ શહીદ બાવાની દરગાહને હટાવવા માટે જે નોટિસ આપવામાં આવી છે એના અનુસંધાનમાં આજે વકફના વહીવટદારો સાથે આ મુદ્દે એક મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં “GCS”ના એડવોકેટ શમશાદ ખાન પઠાણ સહિત “GCS”ના બીજા જવાબદાર મિત્રો અને હજરત કાલુ શહીદ બાવાની દરગાહના ટ્રસ્ટી મંજુર હુસેન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગના અંતે કાયદાકીય રીતે લડી લેવાનો “GCS”ના સભ્યો અને ટ્રસ્ટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ રેલ્વે દ્વારા ૨૬/૧૦/૨૦૨૩ના રોજ દરગાહ પ્રબંધકને નોટીસ આપવામાં આવી છે જેમાં કેહવામાં આવ્યું છે કે, ભારત સરકાર દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશનનો વિકાસ કાર્ય શરુ કરવામાં આવનાર છે. જે દરગાહ અમદાવાદ રેલ્વે સ્ટેશનના પરીસરમાં છે તેને ૧૪ દિવસમાં હટાવી દેવા મહેરબાની કરશો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *