Safeer News

Breaking News from Ahmedabad

દેશ

ગાઝામાં ૫૦૦૦ બાળકોનો નરસંહાર : પ્રિયંકા ગાંધીએ ઇઝરાયલ પર ફરી ગુસ્સો કાઢ્યો, યુદ્ધવિરામની કરી અપીલ

પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં કહ્યું કે, “૫૦૦૦થી વધુ બાળકો સહિત અંદાજે ૧૦,૦૦૦ લોકોની હત્યા કરવામાં આવી છે. આ ખૂબ જ શરમજનક છે. પરિવારો નાશ પામ્યા છે. હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ પર બોમ્બ ધડાકા કરવામાં આવ્યા છે.

નવીદિલ્હી,તા.૦૫
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે દુનિયાને ચોંકાવી દીધી છે. અખબારો અને ટીવી ન્યૂઝ ચેનલો બંને પક્ષે થઈ રહેલા હત્યાકાંડના ભયાનક ચિત્રોથી ભરેલા છે. આ હત્યાકાંડને રોકવા માટે ચારે બાજુથી અપીલ કરવામાં આવી રહી છે. ભારતમાં પણ આવું જ જાેવા મળી રહ્યું છે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પેલેસ્ટાઈનના ગાઝામાં ચાલી રહેલા નરસંહારને રોકવાની સતત વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા સાઇટ X (અગાઉની ટિ્‌વટર) પર પોસ્ટ કરીને, તેમણે બંને બાજુએ હત્યાકાંડ રોકવા માટે હાકલ કરી છે. તેમનું કહેવું છે કે, “યુદ્ધવિરામ જ આ યુદ્ધનો એકમાત્ર ઉકેલ છે, નહીં તો કંઈ જ બચશે નહીં.” પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં કહ્યું કે, “૫૦૦૦થી વધુ બાળકો સહિત અંદાજે ૧૦,૦૦૦ લોકોની હત્યા કરવામાં આવી છે. આ ખૂબ જ શરમજનક છે. પરિવારો નાશ પામ્યા છે. હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ પર બોમ્બ ધડાકા કરવામાં આવ્યા છે, શરણાર્થી શિબિરોને નિશાન બનાવવામાં આવી છે અને તેમ છતાં ‘મુક્ત’ વિશ્વના કહેવાતા નેતાઓ પેલેસ્ટાઇનમાં નરસંહારને સમર્થન આપી રહ્યા છે. યુદ્ધવિરામ એ સૌથી નાનું પગલું છે જેનો આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા તાત્કાલિક અમલ થવો જાેઈએ નહીં તો તેની પાસે કોઈ નૈતિક અધિકાર રહેશે નહીં.”

આ પહેલા પ્રિયંકાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગાઝામાં શાંતિ જાળવવા પર ભારત દ્વારા મતદાનથી દૂર રહેવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “તેઓ ભારતના આ વલણથી આશ્ચર્યચકિત છે.” તેમનું માનવું છે કે, મતદાનથી દૂર રહેવું એ અહિંસા, ન્યાય અને શાંતિના સિદ્ધાંતોનો ઇનકાર છે જેની ભારતે ઐતિહાસિક હિમાયત કરી છે. પ્રિયંકાએ ગાઝામાં માસૂમ બાળકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

૭ ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર એક સાથે ૫૦૦૦ રોકેટ છોડ્યા અને તેના પર હુમલો કર્યો. આ પછી ઈઝરાયેલે ગાઝામાં હુમલા શરૂ કર્યા. હમાસના હુમલામાં ઈઝરાયેલમાં ૧૪૦૦થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ ઈઝરાયેલના હુમલાથી ગાઝામાં ભારે વિનાશ થયો છે. ૧૧ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો છે. ઈઝરાયેલનું કહેવું છે કે, જ્યાં સુધી તે હમાસને નષ્ટ નહીં કરે ત્યાં સુધી હુમલાઓ બંધ થવાના નથી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *