Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સ્ટેટ મોનીટરીંગ સેલ નર્મદા જિલ્લામા ત્રાટકી : ગેરકાયદેસર દારૂ ઝડપાયો

ડેડીયાપાડા પોલીસ મથકની હદમાંથી લાખો રૂપિયાનો ગેરકાયદેસર દારૂ ઝડપાયો

સ્ટેટ મોનીટરીંગ સેલ એ ગુજરાત પોલીસનો એક અલાયદો વિભાગ છે, જે રાજ્યના કોઈ પણ ખૂણે ચાલતી ગેરકાયદેસર દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે સપાટો બોલાવવા હમેશા તૈયાર રહે છે

સાજીદ સૈયદ, નર્મદા

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસના સ્ટેટ મોનીટરીંગ સેલને ખાનગી બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે, નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોટા મંડાળા ગામે ટેકરા ફળિયામા આરોપી ચંદ્રસિંગ મેલસિંગ વસાવા પોતાની દુકાન અને મકાનમા ભારતીય બનાવટનો ગેરકાયદેસર ઈંગ્લીશ અને દેશી દારૂનો ખૂબ મોટો જથ્થાનો સંગ્રહ કરી વેચાણ કરે છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરના PSI એન.એસ. ઝાલાના સુપરવિઝન હેઠળ હે.કો રવીન્દ્રસિંહ કરણસિંહ અને તેમની ટીમ દ્વારા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોટા મંડાળા ગામે તારીખ ૧-૧૦-૨૦૨૩ના પંચોને સાથે રાખી બાતમીની જગ્યાએ રેડ કરતા આરોપીની દુકાન અને રહેણાંક મકાનના અંદરના ભાગેથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ ૧૮૫૦ બોટલો અને દેશી દારૂ મળી કુલ રૂપિયા ૨,૧૦,૫૮૦/-નો ગેરકાયદેસર દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. સાથે રોકડા રૂપિયા ૨૬૧૦/- એક મોબાઈલ કિંમત રૂ.૫૦૦૦/- અને દારૂની હેરાફેરીમા વપરાતી એક હીરો હોંડા મોટરસાયકલ કિંમત રૂ.૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૪૮,૧૯૦/- નો મુદ્દામાલ સિઝ કરાયો હતો.

નર્મદા જિલ્લાના છેવાડાનો અને મહારાષ્ટ્રને અડીને આવેલો હોઈ ગેરકાયદેસર દારૂની અહીં મોટા પાયે ઘૂસણખોરી કરાતી હોય છે, ત્યારે નર્મદા જિલ્લા પોલીસ અજાણ રહેતા ચેક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અહીંયા રેડ કરાતા સ્થાનિક પોલીસ માટે નીચાજાેણું થયું કહેવાય એમ ચર્ચાઈ રહ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરાયેલી આ રેડમા મુખ્ય આરોપી ચંદ્રસિંગ મેલસિંગ વસાવા ફરાર થઇ ગયો હતો, જ્યારે દારૂનું વેચાણનું કામ કરતી એની પત્ની સુકવાનતા બેન ચંદ્રસિંગ મેલસિંગ સ્થળ ઉપરથી ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે પકડાઈ જતા સ્થાનિક પો.સ્ટેની મહિલા કોન્સ્ટેબલ અને અન્ય સ્ટાફની મદદ લેવાઈ હતી. અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સુપરત કરાયા હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *