Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સૂરતમાં કોરોના, સ્વાઈન ફ્લૂ બાદ બાળકોમાં નવા વાયરસે ફફડાટ ફેલાવ્યો, 500 બાળકો વાયરસના ભરડામા

આજથી પાંચ વર્ષ પહેલા બાળકો આ વાયરસના ભરડામાં આવ્યા હતા.

સૂરત શહેરની અંદર સ્વાઈન ફ્લૂના કેસો જે રીતે ધીરે ધીરે વધી રહ્યા છે તેજ રીતે બાળકોમાં નવો એક વાયરસ સામે આવી રહ્યો છે. આ નવા વાયરસનું નામ કોક્સસૈકી એન્ડ ઈકો વાયરસ છે. આ વાયરસના આતંકના કારણે વિવિધ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળી રહ્યા છે. આ વાયરસના કારણે સૂરત શહેરની અંદર 500થી 600 બાળકો આ વાયરસના ભરડામાં આવી ચૂક્યા છે.

અત્યારે ચોમાસામાં ઋતુજન્ય રોગચાળાના કારણે મોટી મુશ્કેલીમાં લોકો મુકાઈ રહ્યા છે તેવામાં સ્વાઈન ફ્લૂના કેસો પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે હવે કોક્સસૈકી એન્ડ ઈકો વાયરસના કારણે બાળકોમાં હાથ, પગ અને મોઢામાં નાના નાના ગુલાબી રંગના ચાંઠાં દેખાઈ રહ્યા છે. જેના કારણે બાળકોને તાવ પણ આવી જાય છે. ખાસ કરીને બહું રેર રીતે સાંભળવામાં આવી રહેલી આ બિમારીને  હેન્ડ-ફૂટ એન્ડ માઉથ ડિસીઝ પણ ડૉક્ટરો કહી રહ્યા છે.

– આજથી 5 વર્ષ પહેલા આ વાયરસના ભરડામાં આવ્યા હતા બાળકો 
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આજથી પાંચ વર્ષ પહેલા બાળકો આ વાયરસના ભરડામાં આવ્યા હતા. ત્યારે ફરીથી આ વાયરસ સામે આવ્યો છે. આ વાયરસના કારણે બાળકોને ઝડપી તેનો ચેપ લાગે છે. પ્લેગ્રાઉન્ડ, નર્સરી ઉપરાંત અન્ય બાલમંદિર સહીતના એવી જગ્યાઓએ કે જ્યાં બાળકો ભેગા થાય છે ત્યાં સાવચેતી રાખવી જોઈએ.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *