Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

અમેરિકા તાપસ એજન્સી FBI અધિકારીઓને પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરેથી દરોડામાં શું મળ્યું ?

ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડતી વખતે લગભગ 15 બોક્સ દસ્તાવેજો પોતાની સાથે લઈ ગયા હતા

દરોડા પછી એજન્સી પર વળતો પ્રહાર કરતા ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સાથે આવું ક્યારેય બન્યું નથી. તપાસ એજન્સીઓના સહયોગ છતાં આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમેરિકી તપાસ એજન્સી FBIએ તેના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્થાન પર દરોડા પાડ્યા છે. આ દરોડા પછી પૂર્વ રાષ્ટ્રપતિએ જો બિડેન પ્રશાસન પર ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું કે આ અમેરિકા માટે કાળો દિવસ છે. બીજી તરફ FBIએ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરેથી જે પણ વસ્તુઓ રિકવર કરી છે તેની માહિતી સામે આવી છે. આ દરોડો કેમ પાડવામાં આવ્યો તે પણ સમજાવવામાં આવ્યું હતું.

ટ્રમ્પના ઘરેથી લગભગ 12 બોક્સ જપ્ત કરવામાં આવ્યા 

હકીકતમાં, યુએસ એજન્સી FBIએ સોમવારે ફ્લોરિડામાં ટ્રમ્પના લક્ઝરી હોમ માર-એ-લાગો રિસોર્ટ પર દરોડા પાડ્યા હતા. એફબીઆઈએ આ દરમિયાન ટ્રમ્પના ઘરેથી લગભગ 12 બોક્સ જપ્ત કર્યા છે. તેમના પર આરોપ હતો કે ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડતી વખતે લગભગ 15 બોક્સ દસ્તાવેજો પોતાની સાથે લઈ ગયા હતા. આ તમામ બોક્સ માર-એ-લાગો મોકલવામાં આવ્યા હતા. જ્યારે તે સમયે વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળતી વખતે આ દસ્તાવેજોથી ભરેલા બોક્સ નેશનલ આર્ચીઝને મોકલવાના હતા.

ટ્રમ્પના નામે લખેલા પત્રો સહિત સરકારી દસ્તાવેજો મળી આવ્યા 

તપાસ એજન્સી તેની શોધમાં હતી કે તે ક્યારે રિકવર થશે. સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે એફબીઆઈએ આ દરમિયાન ટ્રમ્પના ઘરેથી લગભગ 12 બોક્સ જપ્ત કર્યા છે. જેમાં કેટલાક સરકારી દસ્તાવેજો સહિત કિમ જોંગ ઉને ટ્રમ્પને લખેલો પત્ર અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા તેમના અનુગામીને લખેલો પત્ર સામેલ છે.

કોઈપણ પ્રકારની સૂચના આપ્યા વગર દરોડો પાડવામાં આવ્યો 

આ સિવાય ત્યાંથી અન્ય ઘણા દસ્તાવેજો પણ મળી આવ્યા છે. ટ્રમ્પ પર ઓફિસમાં હતા ત્યારે સત્તાવાર દસ્તાવેજો ફાડવાનો અને ફ્લશ કરવાનો પણ આરોપ હતો. બીજી તરફ એક સ્થાનિક  અહેવાલ મુજબ, આ દરોડો કોઈપણ સૂચના વિના કરવામાં આવ્યો હતો. એફબીઆઈ એજન્ટોએ માર-એ-લિગો પર દરોડા પાડ્યા ત્યારે ટ્રમ્પ પોતે ત્યાં ન હતા.

ટ્રમ્પ આગામી ચૂંટણી લડવા માંગે છે

દરોડા પછી એજન્સી પર વળતો પ્રહાર કરતા ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે આવું ક્યારેય બન્યું નથી. તપાસ એજન્સીઓના સહયોગ છતાં આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે ન્યાયતંત્રનો એક હથિયાર તરીકે દુરુપયોગ કરવા જેવું છે. આ કટ્ટર લેફ્ટ ડેમોક્રેટ્સ તરફથી હુમલો છે. તેઓ નથી ઈચ્છતા કે હું 2024ની ચૂંટણી લડું.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *