Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

રાજ્યમાં આગામી ૩ દિવસ માટે અતિભારે વરસાદની આગાહી

સુરત, ડાંગ, વાપી, છોટાઉદેપુર અને નર્મદામાં ધોધમાર વરસાદ પડશે : અંબાલાલ પટેલ

અમદાવાદ,તા.૧૬
ગુજરાતીઓ માટે સારા સમાચાર છે કે, ઓગસ્ટ કોરો ગયા બાદ સપ્ટેમ્બરમાં ફરી વરસાદની સંભાવના વધી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણે રાજ્યમાં ફરી સારા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. ૧૬ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં સારા વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ આગળ વધીને ઓડિસા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાત પર થઈને અરબી સમુદ્રમાં જશે. પરંતુ તેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના ૩ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે. હાલમાં વરસાદની આ મજબૂત સિસ્ટમના કારણે ગુજરાત પર આવશે અને તેના કારણે સમગ્ર રાજ્યમાં ખૂબ સારો વરસાદ થશે. ગુજરાતના ૩ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ૧૬થી ૧૭ સપ્ટેમ્બરની વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ત્યાર બાદ આ સિસ્ટમ આગળ વધતાં રાજ્યના બીજા વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધશે.

૧૭થી ૧૯ સપ્ટેમ્બરની વચ્ચે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જાેર વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તો કોઈ સ્થળે અતિ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. કચ્છમાં ૧૯થી ૨૦ સપ્ટેમ્બરની આસપાસ વરસાદનું જાેર વધારે રહે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે અને કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિકે આગાહી કરતા જણાવ્યું હતું કે, ૧૬થી ૧૮ સપ્ટેમ્બર સુધી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે તેમણે શનિવારની આગાહી અંગે જણાવ્યુ કે, છોટાઉદેપુર અને નર્મદામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો ગણાય છે અને તે બાદ સામાન્ય રીતે ચોમાસાની દેશમાંથી વિદાયની શરૂઆત થતી હોય છે. ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં ખૂબ સારા વરસાદ બાદ ઑગસ્ટ મહિનામાં નહિવત્‌ વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં હાલ વરસાદની ઘટ વર્તાઈ રહી છે.

હવે બંગાળની ખાડી ફરી સક્રિય થઈ છે અને તેમાં એક બાદ એક સિસ્ટમ બની રહી છે જેની અસર મધ્ય ભારતની સાથે-સાથે ગુજરાતને પણ થઈ રહી છે. હવે ગુજરાતીઓ માટે સારા સમાચાર છે કે, જતાં જતાં પણ ચોમાસું સારું રહે તેવી પૂરી સંભાવના છે કારણ કે, બંગાળની ખાડીમાં ઉભી થયેલી સિસ્ટમ તમને ફાયદો કરાવશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *