Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજકોટ : દરગાહના મુજાવર પાસેથી ૧૦ લાખથી વધુનો ગાંજાે ઝડપાયો…મુજાવરની ધરપકડ

૨૪ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

રાજકોટ,તા.૨૫
રાજ્યમાં આમ તો નશીલા પદાર્થો પર પ્રતિબંધ છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાતો રહે છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. રાજકોટના લોધિકા-ચીભડા રોડ પર આવેલી દરગાહના મુજાવર પાસેથી ગાંજાે ઝડપાયો છે. મુજાવર હબીબશા ઉર્ફે મસ્તાન બાપુ પસ્તીવાડા પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. જે દરગાહની આડમાં ગોરખધંધા કરતો ઝડપાયો છે. લોધિકા પોલીસે હબીબશા ઉર્ફે મસ્તાન બાપુની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ અગાઉ સુરતના કતારગામ રેલવેના પાટા પાસે આવેલા શૌચાલયના ભોય તળિયાના ખાલી ટાંકામાં બિન વારસી હાલતમાં ૧૦ લાખથી વધુનો ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *