Safeer News

Breaking News from Ahmedabad

દેશ

માફિયા અતીક અહેમદ ગેંગનો વધુ એક સભ્ય પોલીસના સકંજામાં

અતીક અહેમદના ભાઈ અશરફના સાળા સદ્દામને UP STFએ દેલ્હીથી ધરપકડ કરી

ચર્ચામાં બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ જેને જાહેરમાં ગોળી મારી હત્યા કરવા આવી હતી, આજરોજ અશરફના સાળાને UP STF દ્વારા દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ઉમેશ પાલ હત્યા કાંડ પછી ઘણા સમયથી સદ્દામ ફરાર હતો. પોલીસે તેના ઉપર ૧ લાખનો ઇનામ પણ જાહેર કર્યો હતો.

જેલમાં અશરફ સાથે ગેર કાયદેસર મુલાકાતના કેટલાક વીડિઓ પણ સોસીયલ મિડિયામાં સામે આવ્યા હતા. ઉમેશ પાલ મર્ડર પછીથી સદ્દામ પોલીસથી બચવા પોતાનું લોકેશન બદલતો રહેતો હતો. હાલમાં જ સોસિયલ મીડિયામાં તેના દુબઈના ફોટા પણ વાઈરલ થયા હતા. રેહવાનું ઠેકાણું બદલીને સદ્દામ કેટલાક સમયથી દિલ્હીમાં રેહતો હતો. UP STF એ દિલ્હીના માલવિયા નગરમાંથી સદ્દામની ધરપકડ કરી છે. એવું માનવામાં આવે છે કે, સદ્દામ પાસેથી અશરફ અને અતીક અહેમદના ઘણા રહસ્યો ખુલી શકે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *