Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

પાટણ : કપડાં ધોતી છોકરીઓને હેરાન કરતાં મવાલીઓને ઠપકો આપતા કટાર મારી, 4 શખ્સો સામે ફરિયાદ

પાટણ,

પાટણ શહેરમાં શક્તિકૃપા સોસાયટી ગેટ સામે કેનાલ રોડ પર કપડાં ધોતી છોકરીઓને હેરાન કરતાં બે શખ્સોને ઠપકો આપતાં એક યુવકે કટાર વડે હુમલો કરી ઇજાઓ પહોચાડી હતી. સરસ્વતીના મેસર ગામના કિશનકુમાર ધુડાજી ઠાકોર અને અન્ય વ્યક્તિઓ કેનાલ પર ઉભા હતા ત્યારે કપડાં ધોતી છોકરીઓને હેરાન કરતાં બે શખ્સોને ઠપકો આપતાં ઉશ્કેરાઈ ગયા હતા. બે શખ્સોને બોલાવી ગડદાપાટુથી મારપીટ કરી હતી ત્યારે અજય અરવિંદભાઈ સોલંકીએ કટાર કાઢી કિશનકુમારને મારતા ઈજાઓ થઈ હતી.

આ અંગે પાટણ શહેર “એ” ડિવિઝન પોલીસ મથકે પાટણના અજય અરવિંદભાઈ સોલંકી, આશિષ પ્રવીણભાઈ રાવળ, અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પાટણ શહેરમાં કપડાં ધોતી છોકરીઓને હેરાન પરેશાન કરતાં યુવકોને ઠપકો આપવા જતા યુવકો ઉશ્કેરાયા હતા અને કટારથી હુમલો કર્યો હતો. પોલીસ દ્વારા 4 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં પાટણ શહેરમાં રહેતા અજય અરવિંદભાઈ સોલંકી, આશિષ પ્રવીણભાઈ રાવળ, અજાણ્યા બે અન્ય શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *