Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

મોબાઈલ પર કોઇ લિંક આવે તો ક્લિક કરતા પહેલા વિચારજો, નહીંતર વળતા અશ્લિલ ફોટા આવશે, મોડાસામાં કિસ્સો સામે આવ્યો

મોબાઇલ હેક કરી તમામ લોકોને ભોગ બનનારના અશ્લિલ ફોટો બનાવી મોકલી દેતી ઠગ ટોળકી સામે સાવધાન

મોડાસા,

સાયબર ક્રાઈમ cyber crimeના અવનવા કિસ્સાઓ સામે આવે છે અને ઠગ ટોળકીઓ પૈસા પડાવી લોકોને છેતરતી હોય છે. સાયબર ક્રાઈમને લઇને પોલિસ તંત્ર દ્વારા અવારનવાર જનજાગૃતિનો પ્રચાર પ્રસાર કરાતો હોય છે પણ ઠગ ટોળકી નવતર પ્રયોગ કરીને પોલિસથી એક ડગલું આગળ રહી આવા કાર્યોને અંજામ આપે છે.

મોડાસા શહેરના બાયપાસ રોડ વિસ્તારમાં રહેતા ચિરાગ મનસુખભાઈ સડાત પણ સાઈબર ક્રાઈમનો ભોગ બન્યો. અજાણી વ્યક્તિએ મોબાઈલમાં ટેક્સ મેસેજ મોકલ્યો હતો અને ભૂલથી ચિરાગ સડાતે ક્લિક કરતા ઠગ ટોળકીએ તમામ કોન્ટેક્ટ્સ હેક કરી દીધા હતા. ત્યારબાદ ઠગ ટોળકીએ તમામ કોન્ટેક્ટ્સ મેળવી ચિરાગ સડાતના ખોટી રીતે અશ્લિલ ફોટા બનાવી તમામ કોન્ટેક્ટ્સ પર મોકલી દીધા અને લખ્યું કે, “હું લોન ચોર છું.” તેવા મેસેજ વાઈરલ કર્યા હતા. ભોગ બનનાર ચિરાગ સડાતને પછી ફોન આવવાના શરૂ થયા અને પૈસાની માંગ કરવામાં આવી હતી, એકવાર ભોગ બનનારે અગિયારસો જેટલા રૂપિયા મોકલ્યા હતા, પણ ઠગ ટોળકીએ કહ્યું કે, હજુ પૈસા મળ્યા નથી, ત્યારબાદ ભોગ બનનારે પૈસા મોકલવાનું બંધ કરી દીધું અને ઠગ ટોળકીએ હેરાન-પરેશાન કરવાનો શરૂ કર્યો. નવા-નવા નંબરથી ફોન-કોલ શરૂ કરી દેતા આખરે ચિરાગે સાયબર ક્રાઈમને અરજી આપી તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

ઠગ ટોળકીનો નવતર પ્રયોગ

ઠગ ટોળકી પૈસા પડાવવા માટે ઇન્સ્ટન્ટ લોન માટે ઓફર મુકતી હતી, અને ત્યારબાદ એક એપ્લિકેશન ખુલતી અને એપ્લિકેશન થકી પૈસા પડાવતા હોવાનું પણ ભોગ બનનારે જણાવ્યું હતું. આ સાથે જ પૈસા ન આપવાથી ઠગ ટોળકી કોઇપણ વ્યક્તિના કોન્ટેક્ટ્સ મેળવી તમામ કોન્ટેક્ટ્સ પર જે-તે વ્યક્તિના અશ્વિલ ફોટો બનાવી મેસેજ કરવાનું શરૂ કરી દે છે, જેથી ભોગ બનનાર હેરાન પરેશાન થઇ જાય અને આખરે પૈસા આપી  દે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *