Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : ફક્ત ગરમીથી જ નહીં પરંતુ વારંવાર પાવર કાપથી શેકાઈ રહ્યા છે લોકો 

અમદાવાદના સોલા, બોપલ, ઘુમા અને રાયસન જેવા વિસ્તારોમાં છેલ્લા 2-3 અઠવાડીયાથી સતત પાવર કાપની ફરિયાદ મળી રહી છે.

અમદાવાદ,

અમદાવાદમાં એક તરફ વધતું જતું તાપમાનથી લોકો પરેશાન થઇ રહ્યા છે તેવામાં સતત પાવર કાપને કારણે લોકોને ખુબ જ મુશ્કેલી પડી રહી છે અને આવી કાળઝાળ ગરમીમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે અને ગરમી ઉપર પાવર કાપ લગાડવાથી લોકોની પરેશાનીમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં સોલા, સાઉથ બોપલ, ઘુમા અને ગાંધીનગર પાસેના રાયસન જેવા વિસ્તારમાં છેલ્લા બે થી ત્રણ અઠવાડીયાથી સતત પાવરકાપની ફરિયાદો મળી રહી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ આ વિસ્તારમાં પાવરની કમી કરી રહ્યા છે. નાના બાળકો અને વૃદ્ધો આ પાવર કાપથી ખુબ જ કઠણાઈ ભોગવી રહ્યા છે. આ ઘરના કામ કરવાવાળા લોકોને પણ પ્રભાવિત કરી રહ્યા છે કારણકે ક્યારેક પાવર કાપથી ઈન્ટરનેટ પણ પ્રભાવિત થાય છે. 

ACનો વધુ ઉપયોગ પ્રમુખ કારણ છે 

સોલામાં યુજીવીસીએલ ડેપ્યુટી એન્જીનીયર એન.એલ કંબરને સ્વીકાર કર્યો છે કે કંપની કેટલાક વિસ્તારમાં પાવર કાપનો સામનો કરી રહ્યો છે. વધુમાં કહ્યું કે હાલ ખુબ જ ગરમીને કારણે પાવરની કમી વધારે રહે છે અને આગળ જણાવે છે કે લોકો ગરમીને કારણે ACનો વધુ ઉપયોગના કારણે વધુ પાવરનો વપરાશ થઇ રહ્યો છે. બધા ઘરમાં એક જ સમયમાં પાવરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અમે લોકોના અનુરોધના આધારે એક નવા પાવર સ્ટેશનના નિર્માણ માટે પત્ર લખવામાં આવ્યો છે તેમ તેમણે જણાવ્યું હતું.

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી તાપમાનનો પારો 45 ડિગ્રીથી ઉપર જઈ રહ્યો છે તેવામાં વીજળી કાપથી લોકો પરેશાન થઇ રહ્યા છે અને અમદાવાદના ચોક્ક્સ વિસ્તારમાં જ આ મુશ્કેલી રહેવાના કારણે ફરિયાદ પણ વધુ આવી રહી છે ત્યારે વધુ પાવર માટે નવું પાવર સ્ટેશન બનાવવાની ફરજ ઉભી થઇ છે અને તેના માટે તંત્ર કાર્ય કરી રહ્યું છે પણ આ પાવર કાપની સમસ્યાનું ખુબ જલ્દી નિવારણ લાવવું જરૂરી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *