Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજ્યમાં ભારે વરસાદના કારણે ૧૩ સ્ટેટ હાઇવે બંઘ કરવામાં આવ્યા

વરસાદને લીધે ST પરિવહન પર પણ ભારે અસર થઇ છે. 40 રૂટની કેટલીક બસો બંધ કરવામાં આવી છે.

અમદાવાદ,તા.૨૨

હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આફત રૂપ બની રહ્યો છે. વરસાદના કારણે 13 સ્ટેટ હાઇવેને બંઘ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદ આફતરૂપ બની રહ્યો છે અહીં ભારે વરસાદના કારણે રસ્તા પણ નદીમાં ફેરવાયા છે. જેના અસરથી રાજ્યના 13 સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે. તો પંચાયત હસ્તકના 246 રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જૂનાગઢના 48, દ્વારકાના 15 રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. નવસારી જિલ્લામાં બારેમેઘ ખાંગા થયાની સ્થિતિ છે. ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાના 25 માર્ગો બંધ છે. રસ્તા પર પાણી ફરી વળતા કેટલાક રસ્તા બંધ થઇ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. વરસાદને લીધે ST પરિવહન પર પણ ભારે અસર થઇ છે. 40 રૂટની કેટલીક બસો બંધ કરવામાં આવી છે.

હવામાન વિભાગે ગુજરાતમાં  આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. સમગ્ર ગુજરાતમાં 23 જુલાઇ સુધી મૂશળધાર વરસાદનું અનુમાન છે. હવામાન  વિભાગની આગાહી મુજબ હાલ રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ એકસાથે એક્ટિવ હોવાથી આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ બારે મેઘ ખાંગા થાય તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે. સુરત, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી છે. દ્રારકા, પોરબંદર, જામનગર જિલ્લામાં 22 અને 23 જુલાઇ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. નોર્થ ગુજરાતમાં પણ આજે અને કાલે ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગર, અમદાવાદ, બનસાકાંઠાના વિસ્તારમાં પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.  હવામાન વિભાગની આગાહી મુજબ 24 જુલાઇ બાદ રાજયમાં વરસાદનું જોર ઘટશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *