Safeer News

Breaking News from Ahmedabad

આરોગ્ય સફીર

પગના તળિયામાં રોજ માલિશ કરવાથી રાત્રે ઊંઘ આવે છે સારી, જાણો બીજા ફાયદાઓ

તમે રોજ પગના તળિયામાં તેલની માલિશ કરો છો તો તમને એક નહિં પણ અનેક ફાયદાઓ થાય છે.

આખો દિવસ કામ કર્યા પછી દરેક વ્યક્તિને થાક લાગતો હોય છે. જો કે ઘણાં લોકો એટલા થાકી જતા હોય છે કે તેમને રાત્રે ઊંઘ પણ આવતી હોતી નથી. વ્યક્તિને જ્યારે થાક લાગે ત્યારે શરીરમાં નાની-મોટી તકલીફો પણ થતી હોય છે. થાક લાગે ત્યારે અનેક ઘરેલું ઉપાયો તમને મદદરૂપ થતા હોય છે. આમ, જેવી રીતે તમે વાળમાં માલિશ કરો છો એવી રીતે તમે પગના તળિયામાં તેલની માલિશ કરો છો તો થાક ઉતરી જાય છે અને તમે રિલેક્સ થઇ જાવો છો. માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ પણ સારું થાય છે. તો જાણો થાક લાગે ત્યારે પગમાં તેલની માલિશ કરવાથી થતા આ ફાયદાઓ વિશે..

  • તમે થોડુ કામ કરો અને થાકી જાવો છો તો તમારે દરરોજ પગના તળિયા પર માલિશ કરવી જોઇએ. પગના તળિયામાં માલિશ કરવાથી તમે રિલેક્સ થઇ જાવો છો અને તમારો થાક ઉતરી જાય છે. આ માટે તમને રાત્રે ઊંઘ પણ સારી આવે છે.
  • તમારામાં પગમાં વારંવાર વાઢિયા પડે છે અને તળિયામાં પણ બળતરા બળે છે તો તમારા માટે માલિશ એક બેસ્ટ ઓપ્શન છે. આ માટે તમે રોજ સરસિયાના તેલથી અથવા બીજા કોઇ તેલથી પગમાં 10થી 15 મિનિટ માલિશ કરો. આમ કરવાથી તમારા પગના તળિયાની સ્કિન સુંવાળી થશે અને તમને અનેક ઘણાં ફાયદાઓ પણ થશે.
  • જો તમે દરરોજ પગના તળિયામાં 5થી 10 મિનિટ માટે માલિશ કરો છો તો તમને રાત્રે ઊંઘ સારી આવે છે. આ સાથે જ તમારી અનિદ્રાની સમસ્યા સામે પણ રાહત મળે છે. આ માટે હંમેશા પગના તળિયામાં માલિશ કરીને પછી જ સૂઇ જાવો. રાત્રે ઊંઘમાં તમારી આંખ વારંવાર ખુલી જાય છે તો તમે રોજ પગમાં માલિશ કરવાનું રાખો. આમ કરવાથી તમારી ઊંઘ ઉડશે નહિં અને તમારો બધો થાક પણ ઉતરી જશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *