Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

નાંદોદ તાલુકાના વરાછામાં રેતી ખનન કરી સંગ્રહ કરતા ગ્રામજનો પરેશાન

ખેડૂતોના ખેતરો રેતીથી બિનઉપયોગી થયા, કલેકટરને ગ્રામજનોની લેખિત રજુઆત

ઓવર લોડ હાઇવા ટ્રકોની સતત અવજ્વરને કારણે ગામના રસ્તાઓ જર્જરિત બન્યા

સાજીદ સૈયદ, નર્મદા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નર્મદા કિનારે આવેલ વરાછા ગામના લોકો પાડોશના ભરૂચ જિલ્લામાંથી વાહતુક થઇ આવતી રેતીને કારણે પરેશાન છે. અને રેતી વાહતુક કરનાર સામે કડક કાર્યવાહી કરવા કલેકટરને રજુઆત કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા નદી કિનારે આવેલ વરાછા ગામના ગ્રામજનો એક વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ ગામમાં એક રેતી લીઝ હોલ્ડર પાડોશના ભરૂચ જીલ્લામાંથી રેતી ખનન કરી લાવી વરાછા ગામમાં તેના ઢગલા કરે છે, જેમાં ઓવરલોડ રેતી ભરી હાઇવે ટ્રકોના વાહતુકને કારણે ગામના રસ્તાઓ ઉખડીને જર્જરિત થઇ ગયા છે. રેતીના ઊંચા ઊંચા ઢગલા ઓમાંથી રેતી ઉડીને આસપાસના ખેતરોમાં પથરાતા ખેતીને નુકશાન થાય છે અને હેવી ટ્રકમાં રેતી લોડ કરતા જેસીબીને કારણે એક ખેડૂતના ખેતરની પાઇપો પણ તૂટી જતા ખેતરોમાં સિંચાઈ કરી નથી શકતા.

આ જોતા ગ્રામજનોએ નર્મદા કલેકટરને રજુઆત કરી છે કે, આ રેતીખનન અંગે તપાસ કરવા અને ઇજારદારને દંડાત્મક શિક્ષા કરી તેની પાસેથી ગામના રસ્તાને નુકશાન બદલ ગ્રામ પંચાયતને વળતર આપવા રજુઆત કરી છે. ત્યારે કલેકટર નર્મદા તાત્કાલિક આ રજુઆત સંદર્ભે કડક કાર્યવાહી કરે તેવી લોકલાગણી છે.

વરાછા ગામના ખેડૂત આયુષભાઈ પટેલના ખેતરમાં રેતી ખનન ઇજારદારના જેસીબી મશીનથી સિંચાઈની પાઇપ લાઈન તૂટી જતા આમલેથા પોલીસ સ્ટેશને ઇજારદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ગયા હતા પરંતુ પોલીસે ફરિયાદ ના લેતા તપાસ માટે માત્ર અરજી લીધી પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઇ નથી તેમ ખેડૂત દ્વારા જાણવા મળ્યું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *