Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી

૨ જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે.

ગાંધીનગર,તા.૦૧
હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ ૨ વરસાદી સિસ્ટમ શ્યોર અને સાઈસર સક્રિય છે, જેના પગલે ૨ જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી ૨૪ કલાક ૫ જિલ્લા માટે ભારે છે. જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર છે.

અમદાવાદમાં પણ આજે સામાન્યથી ભારે વરસાદનો અનુમાન છે. આગામી ૨ દિવસ રાજ્યમાં પવનની ગતિ ૩૦ કિમી આસપાસ રહ્‌શે. અતિભારે વરસાદના અનુમાનના પગલે આગામી ૩ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ૩ જુલાઈથી વરસાદનું જાેર ઘટશે. ગુજરાત માટે આગામી ૨૪ કલાક ભારે રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૫ દિવસ રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ રહેશે.

મોણીયા ગામને સડક સાથે જાેડતા માર્ગ ઉપર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જૂનાગઢ શહેરમાંથી પસાર થતી સોનરખ નદી ભારે વરસાદના કારણે બે કાંઠે થઈ છે. ગિરનાર પર્વત પરના વરસાદથી સોનરખ નદીમાં પાણીની આવક થઈ છે. સોનરખ નદી બે કાંઠે થતા અનેક ગામડાઓ એલર્ટ પર છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે આઠ ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢ જિલ્લાના ૪૧ ગામ એલર્ટ પર છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *