Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

‘ડિયર ગ્રાહક તમારું બાકી વીજબીલ ભરો નહીં તો….” તમારા મોબાઈલ પર આવો મેસેજ આવે તો ચેતી જજો વીજકંપની અને સાયબર ક્રાઈમ પોલીસે લોકોને જાગૃત રહેવા અપીલ કરી

સાયબર ક્રાઈમ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા અવાર નવાર મોબાઈલ પર અને સોશિયલ મીડિયામાં મેસેજ મોકલી છેતરપિંડી કરવાની તરકટો પ્રકાશમાં આવી રહ્યા છે.

ફેક મેસેજ દ્વારા માગવામાં આવેલી કોઈપણ માહિતી કે ઓટીપી (OTP) શેર કરવા નહીં

‘ડિયર ગ્રાહક તમારું બાકી વીજબીલ ભરો નહીં તો વીજ કનેક્શન ગણતરીના સમયમાં કાપી નાખવામાં આવશે’ તમારા મોબાઈલ પર આવો મેસેજ આવે તો ચેતી જજો વીજકંપની અને સાયબર ક્રાઈમ પોલીસે લોકોને જાગૃત રહેવા અપીલ કરી ખેડા જિલ્લામાં સાયબર ક્રાઇમના બનાવો અંકુશ બહાર છે તેવામાં ઠગ ટોળકી અવનવી તરકીબો અપનાવી જિલ્લામા છેતરપિંડી કરતા જોવા મળી રહ્યા છે. વીજ કનેકશન કાપી નાખવાની જાણ કરતા મેસેજ કરી છેતરપિંડી કરવામાં આવી રહી છે. ત્યારે સાયબર ક્રાઈમ અને વીજ કંપની દ્વારા લોકોને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા અવાર નવાર મોબાઈલ પર અને સોશિયલ મીડિયામાં મેસેજ મોકલી છેતરપિંડી કરવાની તરકટો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી વીજ કંપનીના નામે મેસેજ મોકલવામાં આવે છે. જેમાં આવા ઠગ લોકો ફોન કરીને અથવા તો એસએમએસ દ્વારા જણાવે છે કે, ‘ડીઅર કસ્ટમર તમારું વીજ કનેક્શન આજે રાત્રે કાપી નાખવામાં આવશે કારણ કે તમે આ મહિનાનું બિલ ભર્યું નથી, જેથી તાત્કાલિક અમારા વીજ કંપનીના અધિકારીનો મોબાઇલ નંબર પર સંપર્ક કરો.’ તેવા ફેંક મેસેજ એસ.એમ.એસથી વીજ કંપની દ્વારા મોકલવામાં આવતા નથી કે મોબાઈલ નંબર પર સંપર્ક કરવા જણાવતા નથી તેમ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ મામલે પોલીસ કાર્યવાહી કરે તેવી માગ સાયબર ક્રાઈમ ઉપરાંત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પણ પોતાના ગ્રાહકોને ફ્રોડ મેસેજથી સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે. વીજકંપની દ્વારા ગ્રાહકોને જાણ કરવામાં આવી છે કે, કંપની દ્વારા બાકી વીજબીલ અંગે ગ્રાહકોને કોઈ મેસેજ મોકલવામાં આવતા નથી. જેથી ફેક મેસેજ દ્વારા માગવામાં આવેલી કોઈપણ માહિતી કે ઓટીપી શેર કરવા નહીં. લોકોએ પણ આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *