Safeer News

Breaking News from Ahmedabad

Uncategorized

અમદાવાદ : ગણતરીની મિનીટોમાં ટેક્નોલૉજીની મદદથી વાહન ચોરી કરતી દેશ વ્યાપી ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો

Lateef Ansari

Date 15/09/23

500થી વધુ કાર ચોરી કરેલ છે, જેમાં ફોર્ચુનર, ક્રેટા, ઇનોવા ક્રિસટા તથા સ્વિફ્ટ જેવી લક્ઝુરિયસ કાર સામેલ છે. વાહન ચોરીને બોગસ RTO પાસિંગ કરાવતા હતા.

ટેક્નોલૉજીના મદદથી દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આ ગેંગ કાર ચોરી કરતાં હતા જેમાં આ લોકો ફક્ત લક્ઝુરિયસ કારની ચોરી કરતાં હતા.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે  લક્ઝુરિયસ કાર ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના 2 સાગરીતોને પકડી મોટી સફળતા મેળવી છે. આ ગેંગ મોલ, મલ્ટિપ્લેક્સ કે ક્લબ હોય તેવી જગ્યા જઈ પોતાની કાર બાજુમાં રાખીને ટેક્નોલૉજીની મદદથી 3થી 4 મિનિટમાં કારનું ઓપેરેટિંગ સિસ્ટમ ઍક્સેસ કરી લેતા અને ચોરીને લઈ જતાં. ચોરેલી કારને ચેચીસ નંબર તથા RTO પાસિંગ નવું કરાવીને હરાજીમાં અથવા વ્હોટ્સેપ પર ડાઇરેક્ટ પાર્ટીને ફોટા મોકલીને વેચી દેતા હતા. કુલ 500થી વધુ કાર ચોરી કરેલ છે જેમાં બધી  લક્ઝુરિયસ કાર સામેલ છે જેમ કે, ઇનોવા ક્રિસટા, મારુતિ બ્રેજા, ફોર્ચુનર, ઇસકોરપિયો જેવી કાર સામેલ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચએ 10 લક્ઝુરિયસ કાર તથા 1.3 કરોડનો મુદ્દામાલ સાથે 2 આરોપીની અટકાયત કરી છે.

દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આ ગેંગ કાર ચોરી કરતાં હતા જેમાં આ લોકો ફક્ત લક્ઝુરિયસ કારની ચોરી કરતાં હતા. કારના સુરક્ષાને ડી કોડ કરીને 500થી વધુ પ્રીમિયમ કારની ચોરી કરેલી છે. કોઈપણ કાર હોય તેનું ફીચર્સ ગમે તેટલી સુરક્ષા આપતી હોય તેને ટેક્નિકલ મદદથી સેન્સરવાળૂ લોક ડી કોડ કરતા હતા. જેમાં લેપટોપ દ્વારા ગાડીઓના લોકનો કોડ બદલીને નવો કોડ નાખીને લોક તોડીને ગાડીની ચોરી કરતા હતા. ચોરેલી કારને અન્ય રાજ્યમાં વેચી નાખવામાં આવતી. 
પકડાયેલા આરોપીઓ ઉતરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના બીજા સાગરીતો સાથે ભેગા મળી ગેંગ બનાવી હતી. આ ગેંગ દ્વારા ચોરેલી કારને અન્ય રાજ્યમાં હરાજીની ગાડીઓમાં વેચી નાખવામાં આવતી હતી. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ નાના ચિલોડા, એસપી રીંગરોડ પાસેથી ઉત્તરપ્રદેશના અશરફ સુલતાન અને ઝારખંડના ઈરફાન ઉર્ફે પીન્ટુને પકડી પાડ્યા છે. પકડાયેલો આરોપી ઇરફાનને દિલ્હી શહેર પોલીસની એન્ટી ઓટો થેફ્ટ સ્ક્વોડ છેલ્લા દોઢેક વર્ષથી શોધી રહી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બંને આરોપીયોની અટકાયત કરી બીજા સંડવાયેલા સભ્યોની પૂછપરછ ચાલુ કરી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *