ઐશ્વર્યા રાય કરવા જઇ રહી છે ધમાકેદાર કમબેક, મેગા બજેટ ફિલ્મમાં કરશે ડબલ રોલ

    0

    મુંબઈ,તા.૮
    ઐશ્વર્યા રાય- બચ્ચન દક્ષિણ ભારતીય ફિલ્મ દિગ્દર્શક મણિરત્નમ્ની ફિલ્મમાં ડબલ રોલમાં જાેવા મળશે.ઐશ્વર્યા કારકિર્દીમાં પ્રથમ વખત બેવડી ભૂમિકા ભજવી રહી છે. ઘણા સમય બાદ એશ્વર્યા ફરી રૂપેરી પર્દે તેની અદાઓથી ચાહકોને મંત્રમુગ્ધ કરશે. તેના ચાહકો આતુરતાથી તેની ફિલ્મ માટે રાહ જાેઈ રહ્યા છે. જાેકે આ ફિલ્મનું નામ શું છે તે હજુ જાણવા મળ્યુ નથી. એશ્વર્યાની આ ફિલ્મ દર્શકોને બે ભાગમાં જાેવા મળશે. ગુરુ, બોમ્બે અને રોઝા જેવી હિટ ફિલ્મો બનાવી ચુકેલા મણિરત્નમ્‌ પોતાની આગામી ફિલ્મ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય ફક્ત લીડ રોલમાં જ નહીં પરંતુ ડબલ રોલમાં જાેવા મળવાની છે. આ ફિલ્મ બાહુબલીના સ્તર રૂપિયા ૫૦૦ કરોડના બજેટની બનાવામાં આવી રહી છે. આ હિંદી સિનેમાની બીજી બાહુબલી ફિલ્મ કહેવાશે.

    આ ફિલ્મની વાર્તા દેશના મહાન લેખક અને કવિતાકાર આર. કૃષ્ણમૂર્તિ કલ્કિના ઐતિહાસિક પુસ્તક પર આધારિત હશે. આ ફિલ્મની રિલીઝ તારીખ અંગે હજી ર્નિણય લેવામાં આવ્યો નથી.
    ૫૦૦ કરોડ રૂપિયાનું મેગા બજેટ ધરાવતી ફિલ્મમાં સાઉથના પણ ઘણા ચહેરાઓ હશે. આ ફિલ્મનું પહેલા શેડયુલનું શૂટિંગ પૂરુ થઇ ગયું છે. જ્યારે હવે મેકર્સ બીજા શેડયુલની તૈયારી કરી રહ્યું છે. પોન્નિયિન સેલવન છે, પરંતુ પછીથી તેનું નામ બદલાય તેવી પણ શક્યતા છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here