Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં ડેન્ગ્યૂના કારણે ત્રણ દિવસમાં બેનાં મોત

શહેરમાં ચોમાસા બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે.

અમદાવાદ,
ચોમાસાની ઋતુએ ગુજરાતમાંથી વિદાય લઇ લીધી છે. જાે કે, વરસાદ બાદનો રોગચાળાનો કહેર હજુ પણ યથાવત જાેવા મળી રહ્યો છે. અમદાવાદમાં ડેન્ગ્યૂથી (Dengue) એક વ્યક્તિનું મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં ૩ દિવસમાં ડેન્ગ્યૂથી ૨ લોકોના મોત થયા છે. દસ દિવસની સારવાર બાદ એલજી હોસ્પિટલમાં એક વ્યક્તિનું મોત થયુ છે.

અમદાવાદમાં ચોમાસા બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. ઑક્ટોબર મહિનાનાં એક જ અઠવાડિયામાં રોગચાળો બેકાબૂ બન્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં સતત ડેન્ગ્યૂના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં શાહવાડી વિસ્તારના ૨૬ વર્ષના પુરુષનું ડેન્ગ્યૂના કારણે મૃત્યુ થયુ છે. ડેન્ગ્યૂની લાંબી સારવાર બાદ આ વ્યક્તિનું મોત થયુ છે.

છેલ્લા ૮ દિવસમાં ડેન્ગ્યૂના ૧૧૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા.. તાજેતરમાં અમદાવાદના નારોલના ૨૬ વર્ષના યુવકને ડેન્ગ્યૂ થઇ ગયો હતો. જે પછી તેને એલજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે સારવાર દરમિયાન આ યુવકનું મોત થયુ છે. બે દિવસ પેહલા પણ ડેન્ગ્યૂથી એક બાળકીનું મોત થયું હતું. સીઝન દરમિયાન ડેન્ગ્યૂથી ૩ દર્દીના મોત થયા છે.

અમદાવાદમાં વકરેલા રોગચાળાના કેસની વાત કરીએ તો સાદા મેલેરિયાના ૧૨ કેસ, ઝેરી મેલેરિયાના ૦૧ કેસ જયારે ચિકન ગુનિયાનાનાં ૦૫ કેસ નોંધાયા છે. તો પાણીજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે. ઝાડા ઉલ્ટીનાં ૯૦ કેસ, કમળાના ૨૩ કેસ, ટાઇફોઇડના ૧૦૪ કેસ જયારે કોલેરાના ૦૫ કેસ નોંધાયા છે. ડબલ ઋતુને કારણે હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ પણ વધ્યા છે. AMC અર્બન હેલ્થ સેન્ટરોમાં દરરોજ ૨૫૦૦ની ઓપીડી નોંધાઈ રહી છે.

ચાર મહિનામાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો
જુલાઈ – ૨૦૧ કેસ
ઓગસ્ટ -૮૦૫ કેસ
સપ્ટેમ્બર ૭૦૮ કેસ
ઑક્ટોબર ૧૧૦ કેસ

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *