સેલ્ફી લેવાના ક્રેઝમાં પિતાએ પુત્ર ગુમાવ્યો

0

સુરત ,તા.૧

સુરતના કોસાડ વિસ્તારમાં ૧૨ વર્ષનો કિશોર બ્રિજ પરથી નદીમાં પડી જવાની ઘટના સામે આવી છે. કિશોર ઝાકિર અને પિતા બ્રિજ પર ફરવા માટે આવ્યો હતો અને જ્યારે પિતા બ્રિજની પાળી પર પુત્રને બેસાડીને સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. બનાવની જાણ ફાયર વિભાગને થતા જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયર વિભાગે મોડી રાત સુધી નદીમાં પડેલા પુત્રને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. જાે કે સમગ્ર મામલે પોલીસ વિભાગને જાણ કરાતા પોલીસે પિતા અને પરિવારના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોબાઇલનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે જીવનું જાેખમ પણ હવે લોકો જાેતા નથી. સુરતમાં સેલ્ફી લેવાના ચક્કરમાં પિતાએ પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here