Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાતમાં તમાકુનું સેવન કરવાથી અંદાજે વાર્ષિક ૪૦ હજાર વ્યક્તિઓ મોઢાના કેન્સરનો ભોગ બને છે, ૧૦ હજાર મૃત્યૃ પામે છે

ગાંધીનગર જિલ્લા કલેટકર ડૉ. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને તમાકુ નિયંત્રણ અમલીકરણની બેઠક યોજાઇ

આ માટે ગાંધીનગર જિલ્લાની શાળાઓથી ૧૦૦ મીટર ત્રિજયામાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વિતરણ ન થાય તેની ખાસ ધ્યાન રાખવાની સૂચના સંબંધિત અધિકારીઓને કલેકટરએ આપી હતી.

ગાંધીનગર જિલ્લામાં શાળાઓથી ૧૦૦ મીટરની ત્રિજયામાં બીડી-સિગારેટ, ગુટખા જેવી તમાકુ યુક્ત ચીજવસ્તુઓનું વિતરણ કરતા લારી-ગલ્લા દૂર કરવાની સૂચના જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવી છે.

ગાંધીનગર,તા.૧૭

તમાકું નિયંત્રણને લઈને ગાંધીનગર જિલ્લામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકના આરંભે ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા પ્રમાણે ગુજરાત રાજયમાં તમાકુનું સેવન કરવાથી અંદાજે વાર્ષિક ૪૦ હજાર વ્યક્તિઓ મોઢાના કેન્સરનો ભોગ બને છે. તેમાંથી આશરે ૧૦ હજાર વ્યક્તિઓનું મૃત્યૃ થાય છે. ભારત દેશમાં અંદાજે ૪૬.૨ ટકા પુરૂષો અને ૧૧.૩ ટકા સ્ત્રીઓ તમાકુ સેવન કરે છે. જેમાંથી લગભગ ૨૭૦૦ વ્યક્તિઓના દરરોજ મૃત્યૃ થાય છે. વર્ષે લગભગ અંદાજે ૮થી ૧૦ લાખ વ્યક્તિઓનું મૃત્યૃ થાય છે.

ગાંધીનગર જિલ્લામાં શાળામાં અભ્યાસ કરતાં બાળકો આ પ્રકારનું વ્યસન ન કરતા થાય તેની તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. આ માટે ગાંધીનગર જિલ્લાની શાળાઓથી ૧૦૦ મીટર ત્રિજયામાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વિતરણ ન થાય તેની ખાસ ધ્યાન રાખવાની સૂચના સંબંધિત અધિકારીઓને કલેકટરએ આપી હતી. આ બેઠકમાં તમાકુ નિયંત્રણ અમલીકરણ અધિકારી ડૉ. મુકેશ પટેલે તમાકુ નિયંત્રણ અંગેની કામગીરી માટેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, એપ્રિલ- ૨૦૨૨ના માસ દરમ્યાન કુલ- ૪૧ ગામોની ૬૦ શાળાઓની મુલાકાત કરવામાં આવી છે. જેમાં દહેગામ તાલુકાના ૨૧ ગામોની ૨૪ શાળાઓ, ગાંધીનગર તાલુકાના ૭ ગામોની ૭ શાળાઓ, માણસા તાલુકાના ૫ ગામોની ૯ શાળાઓ અને કલોલ તાલુકાના ૮ ગામોની ૨૦ શાળાઓનો સમાવેશ થાય છે.

ગાંધીનગર જિલ્લામાં શાળાઓથી ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા જે લારી-ગલ્લાઓ બીડી- સિગારેટ, ગુટખા કે અન્ય તમાકુની ચીજવસ્તુઓનું વિતરણ કરતાં હોય તેવા લારી ગલ્લાઓને દૂર કરવામાં આવે, તેવી સૂચના આજરોજ ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ તમાકુ નિયંત્રણ અમલીકરણની બેઠકમાં સંબંધિત અધિકારીઓને આપી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *