Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

તાલિબાનીઓએ લગ્નમાં મ્યુઝિક વગાડવા પર ૧૩ લોકોને મારી નાંખ્યા

તાલિબાન,

તાલિબાને ૧૫ ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાન પર કબ્જાે કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી લોકોના જીવ તાળવે ચોંટેલા છે. અફઘાનિસ્તાનમાં સતત માનવાધિકારનો ભંગ થઈ રહ્યો છે. આ સાથે જ તાલિબાનો દ્વારા પણ અત્યાચારની હદ વટાવી દેવામાં આવી છે. લગ્ન સમારોહમાં તાલિબાનીઓએ ખુશીને મોતના દુઃખમાં ફેરવી દીધી હતી. સંગીત વગાડવાથી ગુસ્સે થયેલા તાલિબાનીઓએ ૧૩ લોકોની હત્યા કરી હતી.

આ અમાનવીયતા વિશે માહિતી આપતા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે જણાવ્યું કે કેવી રીતે નંગરહાર પ્રાંતમાં ખુલ્લેઆમ મોતને ઘાટ ઉતારી દીધા છે. અમરુલ્લા સાલેહે ટિ્‌વટર પર લખ્યું, “નંગરહારમાં લગ્નની પાર્ટીમાં સંગીત વગાડતા તાલિબાન લડવૈયાઓએ ૧૩ લોકોની હત્યા કરી નાખી”. માત્ર નિંદા કરીને આપણે ગુસ્સો વ્યક્ત કરી શકતા નથી. ૨૫ વર્ષ સુધી પાકિસ્તાને તેમને અફઘાન સંસ્કૃતિને નષ્ટ કરવા અને અમારી ધરતી પર કબજાે કરીને કટ્ટર શાસન સ્થાપિત કરવાની તાલીમ આપી હતી. જેઓ અત્યારે પોતાનું કામ કરી રહ્યા છે. અમરુલ્લા સાલેહે કહ્યું, ‘તાલિબાનનું ક્રૂર શાસન લાંબો સમય નહીં ચાલે. કમનસીબે આ શાસનના અંત સુધી અફઘાનિસ્તાનના લોકોએ તેની કિંમત ચૂકવવી પડશે.’ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને માન્યતા આપવાને લઈને એક તરફ સમગ્ર વિશ્વ હજુ પણ મૂંઝવણમાં છે તો બીજી તરફ પાકિસ્તાને વૈશ્વિક સમુદાયને બાયપાસ કરીને ઈસ્લામાબાદમાં અફઘાનિસ્તાનની એમ્બેસી શરૂ કરી છે. ઈસ્લામિક અમીરાત તાલિબાનના રાજદ્વારીઓએ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના મિશનમાં કામ કરવાનું શરૂ કર્યું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *