સુરતના ઉન વિસ્તારમાં મોબાઈલ ચલાવવાની ના પાડતા યુવતીએ ઘરમા જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો

સુરત,

સુરતના ઉન વિસ્તારમાં માતાએ મોબાઈલ ચલાવવાની ના પાડતા કિશોરીએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું. સુરતના ઉનપાટિયા ખાતે સિદ્ધિકી નગર સોસાયટીમાં રહેતા મુસ્લિમ અન્સારીને સંતાનમાં ચાર પુત્ર અને બે પુત્રી છે. જે પૈકી 16 વર્ષીય પુત્રી જૈનબે રવિવારે બપોરે ઘરે છતના મોભ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

જૈનબના પિતાને પેરાલિસિસની બીમારી હોવાથી પોતે ઘરે બેકાર જીવન જીવી રહ્યા છે. ત્યારે સંપૂર્ણ પરિવાર સાડીમાં સ્ટોન ચોંટાડવાનું કામકાજ કરીને ભરણ-પોષણ કરી રહ્યું છે. જૈનબ વધારે પડતું મોબાઈલમાં ધ્યાન આપતી હોવાથી તેની માતા અને પરિવારે તેને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાનું ટોક્યો હતો. જૈનબને તે વાતનું માઠું લાગી આવતા તેને અંતિમ પગલું ભરી લીધું હતું.

પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે. વધુમાં રમજાનના પહેલા જ રોજામાં કીશોરીએ ભરેલા પગલાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મહત્વનું છે કે હાલના ટેકનોલોજીના ના સમયમાં મોબાઈલ ફોન ખૂબ જરૂરી બન્યો છે. પરંતુ અમુક લોકોની માનસિકતા મોબાઈલને લઈને કઈક ઓર જ છે..તે લોકો મોબાઈલ ફોનમા જ રહે છે કામ કાજના સમયમાં પણ તે લોકો મોબાઈલથી દુર રહી શકતા નથી ત્યારે જ આવી ઘટનાઓ બને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here