મુંબઇ, તા.૧૧
આ ઘટના મુંબઇના સાકીનાકા વિસ્તારની છે. અહીંના ખૈરાની રોડ પર ૩૦ વર્ષીય મહિલા ઉપર પહેલા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બાદમાં આરોપીએ તેના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો નાખી દીધો હતો. પોલીસે આ સમગ્ર મામલે એક શખ્સની ધરપકડ કરી છે. યુવતીની સાથે જે પ્રકારની દરીંદગી કરવામાં આવી તે જાેતા નિર્ભયાકાંડની યાદો તાજી થઇ હતી. આ ઘટના એટલી જઘન્ય હતી કે તેણે દિલ્હીમાં નિર્ભયાકાંડ થયો હતો તેની યાદ તાજી કરાવી દીધી હતી.

મુંબઇની આ ઘટનાને પગલે ફરી મહિલા સુરક્ષા અંગે સવાલો ઉઠવા લાગ્યા છે અને લોકોમાં રોષ પણ વધી રહ્યો છે. પોલીસને ઘટનાની જાણકારી બપોરે ૩.૩૦ વાગ્યે થઇ હતી, જેમાં કોઇએ પોલીસને જણાવ્યું હતું કે લોહીથી લથપથ એક યુવતી ખૈરાની રોડ પર પડી છે અને તે બેભાન અવસ્થામાં છે. પોલીસે બાદમાં સ્થળ પર જઇને તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી, હાલ યુવતીની ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું સામે આવ્યું છે.

મુંબઇમાં નિર્ભયા જેવી ઘટના સામે આવી છે. અહીં એક ૩૦ વર્ષની યુવતીની સાથે બળાત્કાર ગુજાર્યા બાદ તેના પ્રાઇવેટ પાર્ટમાં સળીયો ઘુસાડી દેવામાં આવ્યો હતો. જેને પગલે આ યુવતીની હાલત અત્યંત નાજુક છે અને હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

(જી.એન.એસ.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here