પહેલા એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું, હવે બાબા રામદેવ પણ મૂકાવશે વૅક્સિન

0

એલોપેથી પર વિવાદાસ્પદ ટિપ્પણી આપીને ફસાયેલા યોગગુરુ બાબા રામદેવે જાહેરાત કરી છે કે તેઓ ટુંક સમયમાં કોરોનાની રસી મુકાવશે. આ સાથે જ રામદેવે કોરોનાની રસી લેવાની લોકોને પણ અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન આપવાને કારણે બાબા રામદેવનો જબરદસ્ત વિરોધ થયો હતો, પછી તેમણે પોતાનું નિવેદન પાછું લઈ લીધુ હતું. બાબા રામદેવે હરિદ્વારમાં જણાવ્યું કે, કોરોનાને કારણે ઉભી થતી અન્ય સમસ્યાઓથી યોગ આપણને બચાવી શકે છે, માટે યોગનો અભ્યાસ ચોક્કસપણે કરવો જોઈએ.

બાબા રામદેવે એલોપેથી પર આપવામાં આવેલા નિવેદનને કારણે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ અસોસિએશન દ્વારા તેમને નોટિસ મોકલવામાં આવી હતી અને તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો. આ નોટિસના જવાબમાં રામદેવે કહ્યુ હતું કે, હું મારું નિવેદન પાછું લઈ ચુક્યો છું, માટે નોટિસમાં કોઈ દમ નથી. મારા નિવેદનને સંદર્ભ વગર રજૂ કરવામાં આવી રહ્યું છે. મેં માત્ર પ્રેક્ટિકલ સારવારના વધારે પડતા ઉપયોગ પર પ્રશ્ન કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે રામદેવાના નિવેદન પર ઈન્ડિયન મેડિકલ અસોસિએશને પણ જબરદસ્ત વિરોધ નોંધાવ્યો હતો. ત્યારપછી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનના કહેવા પર રામદેવે પોતાનું નિવેદન પાછુ ખેંચવુ પડ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here