Safeer News

Breaking News from Ahmedabad

Tech દેશ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી એવી જાહેરાત કે કાર-બાઈક ચાલકની થઈ જશે બલ્લે બલ્લે ! જાણો શું કહ્યું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે આગામી એક વર્ષની અંદર ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ કારની કિંમત જેટલી થઈ જશે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે આગામી એક વર્ષની અંદર ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ કારની કિંમત જેટલી થઈ જશે. આ સમાચાર કાર અને બાઇક રાઇડર્સ માટે ખૂબ જ દિલાસો આપનારા છે. જો તમે પણ કાર કે બાઇક લેવાનું વિચારી રહ્યા છો તો સરકારના પ્લાનિંગને ધ્યાનમાં રાખીને તમે તમારો નિર્ણય લઈ શકો છો.

આગામી સમયમાં આવશે ક્રાન્તિ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ટેક્નોલોજી અને ગ્રીન ઈંધણમાં પ્રગતિ સાથે આવનારા સમયમાં ઈલેક્ટ્રિક ઓટોમોબાઈલની કિંમતમાં ઘટાડો થશે. એટલે કે સામાન્ય લોકોને આનો ફાયદો થશે. આગામી એકથી બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલથી ચાલતા વાહનોની સમકક્ષ હશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે તે આવનારા સમયમાં ક્રાંતિ લાવી શકે છે.

વિશ્વભર માટે પ્રદૂષણ એક પડકાર

આ ઉપરાંત નીતિન ગડકરી વતી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય 2022-23 માટે અનુદાનની માગણીઓ પર લોકસભામાં જવાબ આપતાં જણાવવામાં આવ્યું હતું કે અસરકારક સ્વદેશી ઇંધણને સ્થળાંતરિત કરવાની જરૂર છે, ઇલેક્ટ્રિક ઇંધણ ટૂંક સમયમાં વાસ્તવિકતા બની જશે. તેનાથી પ્રદૂષણનું સ્તર ઘટશે. પ્રદૂષણ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક મોટા પડકાર તરીકે ઉભરી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રીએ કરી આ વિનંતી

આ સાથે કેન્દ્રીય મંત્રી ગડકરીએ પણ સાંસદોને હાઇડ્રોજન ટેક્નોલોજી અપનાવવા વિનંતી કરી હતી. તેમણે સાંસદોને પોતપોતાના વિસ્તારોમાં ગટરના પાણીને ગ્રીન હાઈડ્રોજનમાં રૂપાંતરિત કરવાની પહેલ કરવા વિનંતી કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે હાઇડ્રોજન ટૂંક સમયમાં સૌથી સસ્તું ઇંધણ વિકલ્પ બનશે. નીતિન ગડકરીએ જણાવ્યું કે લિથિયમ-આયન બેટરીની કિંમત ઝડપથી નીચે આવી રહી છે. અમે ઝીંક-આયન, એલ્યુમિનિયમ-આયન, સોડિયમ-આયન બેટરી વિકસાવી રહ્યા છીએ. વધુમાં વધુ બે વર્ષમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર, ઓટો રિક્ષાની કિંમત પેટ્રોલથી ચાલતા સ્કૂટર, કાર અને ઓટો-રિક્ષાની સમકક્ષ હશે.

જાણો ખર્ચમાં કેટલો ફડક પડશે

કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે આનો ફાયદો એ થશે કે જો તમે આજે પેટ્રોલ પર 100 રૂપિયા ખર્ચી રહ્યા છો, તો ઇલેક્ટ્રિક વાહન ચલાવવામાં આ ખર્ચ ઘટીને 10 રૂપિયા થઈ જશે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા નીતિન ગડકરીએ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ કાર લોન્ચ કરી હતી. હકીકતમાં નીતિન ગડકરી સતત ઇલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી કારનો ખર્ચ પ્રતિ કિમી 1 રૂપિયા કરતા ઓછો હશે, જ્યારે પેટ્રોલ કારનો ખર્ચ પ્રતિ કિમી 5-7 રૂપિયા છે. હવે ત્યાં કંપની ઉત્પાદક ઇલેક્ટ્રિક વાહનો પર પણ કામ કરી રહી છે. આ પાયલોટ પ્રોજેક્ટમાં ટોયોટા કિર્લોસ્કર મોટરની FCEV ટોયોટા મિરાઈ (Toyota Kirloskar Mirai) કારનો સમાવેશ થાય છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *