અમદાવાદ,તા.૧૭
શહેરમાં એક પછી એક છેડતી, બળાત્કારના કિસ્સા સામે આવી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તાર બાદ હવે પશ્ચિમ વિસ્તારમાં પણ મહિલાઓ અસુરક્ષિત હોય તેમ લાગી રહ્યું છે. શહેરના વાડજ વિસ્તારમાં એક મહિલાના દિયરે જ તેની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. મહિલા તેની સાસુ પાસે જતી હતી ત્યારે તેનો દિયર આવ્યો હતો અને થૂંકવા બાબતે બોલાચાલી કરી હતી. મહિલાએ દિયરને છેડતી કેમ કરે છે તેવું કહેતા દિયરે પેન્ટ કાઢી આજે બતાવી જ દઉં કહેતા મામલો બીચક્યો હતો.

સમગ્ર બાબતને લઈને મહિલાએ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. આ કિસ્સામાં મહિલાની દેરાણી પણ ઈંટ લઈને તેની જેઠાણીને મારવા દોડી હતી. આ બનાવે હાલ શહેરમાં ખૂબ ચર્ચા જગાવી છે. દિયર-ભાભીના સંબંધને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં દિયર મર્યાદા ભૂલ્યો છે.

શહેરના જૂના વાડજમાં એક ૩૪ વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. સોમવારે સાંજે તે ઘરેથી નીકળી તેની સાસુની સેવા કરવા જતી હતી. આ સમયે ચાલીમાં રહેતા મહિલાના દિયરે તેની સામે જાેઇને કેમ મારી સામે જાેઇને થૂકે છે તેવું પૂછ્યું હતું. બાદમાં મહિલાએ કેમ મારી પાછળ એક્ટિવા લઈને આવે છે અને છેડતી કરે છે તેવું કહ્યું હતું. આ સમયે દિયરે તેની ભાભી સામે જ પેન્ટ ઉતારીને કહ્યુ હતુ કે આજે તને બતાવી દઉં. જે બાદમાં મહિલાએ ડરીને બૂમાબૂમ કરતા મહિલાના દિયરના પિતા આવી ગયા હતા અને કેમ અમારા પુત્રને બદનામ કરે છે કહીને તકરાર શરૂ કરી હતી. આ દરમિયાન દિયરની માતા અને પત્નીએ આવીને પણ મહિલા સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં મહિલાના દિયરની પત્નીએ ઈંટ લઈને મહિલાના પેટ અને શરીરના અન્ય ભાગે મારવા જતા બધા ભેગા થઈ ગયા હતા.

સમગ્ર બાબતને લઈને મહિલાએ પોલીસને જાણ કરતા વાડજ પોલીસે ચાર લોકો સામે છેડતી અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અગાઉ પણ વાડજ વિસ્તારમાં આવી અનેક ઘટનાઓ બની હતી. હવે પોલીસ મહિલાઓની સુરક્ષા માટે કેવા પ્રકારના પગલાં ભરે છે તે જાેવું રહ્યું.

(જી.એન.એસ.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here