એક અધ્યયનમાં, 30,000 લોકો પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે દરરોજ અડધો કલાક ચાલવું હૃદયરોગના રોગ સામે 20 ટકાનું રક્ષણ કરી શકે છે.

તંદુરસ્ત જીવનશૈલી માટે ખોરાક ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ ખોરાકની સાથે સાથે હળવી કસરત પણ જરૂરી છે પરંતુ તેની સાથે સાથે જમ્યા બાદ ચાલવું પણ જરૂરી છે. સૌથી મહત્વની બાબત એ છે કે ખોરાક ખાધા પછી હળવા ગતિએ ચાલવું જોઈએ. આપણે બધાં જાણીએ છીએ કે આળસ ખોરાક ખાધા પછી આવે છે અને તમે સૂઈ જાઓ એવું લાગે છે. પરંતુ જમ્યા પછી તરત સૂઈ જવાથી સમસ્યાઓ થઈ શકે છે. આને કારણે હાર્ટબર્ન અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. તેથી જ નિયમિતપણે ચાલવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલવું પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે.  

જમ્યા પછી ચાલવુ સ્વાસ્થ્ય માટે ખૂબ જરુરી છે, ચાલવાના છે અનેક ફાયદા જમ્યા બાદ ધીમી સ્પીડે ચાલવુ જોઈએ. વધારે ઝડપથી જોગિંગ ન કરવુ જોઈએ તેનાથી પેટમાં દુખાવો થઈ શકે છે. શરુઆતમાં ધીમી સ્પીડથી 5થી6 મિનિટ સુધી ચાલો. તેના થોડા દિવસમાં 10 મિનિટ સુધી ચાલી શકો છો.

કોઈ વ્યક્તિ ભોજન પછી ચાલે છે. તો તેના લોહીમાં ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત કરી શકાય છે. જે લોકો શરીરની વધારાની ચરબી કે જાડાપણાથી પરેશાન છે. જો તેઓ ખોરાક ખાધા પછી અડધો કે એક કલાક ચાલે તો આમ કરવાથી શરીરની પેટની ચરબી ઓછી થઈ શકે છે.

માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે જમ્યા પછી ચાલવાથી માનસિક સ્વાસ્થ્ય જાળવી શકાય છે. તે મેટાબોલિઝમ વધારવામાં પણ મદદ કરે છે. જમ્યા પછી ફરવા જવાથી હૃદય રોગની સમસ્યા ઓછી થાય છે. એક અધ્યયનમાં, 30,000 લોકો પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે દરરોજ અડધો કલાક ચાલવું હૃદયરોગના રોગ સામે 20 ટકાનું રક્ષણ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here