Safeer News

Breaking News from Ahmedabad

આરોગ્ય સફીર

સડસડાટ વજન ઘટાડવા માટે ડિનરમાં ખાઓ 2 વસ્તુ, ઝડપથી ઓગળી જશે ચરબી

વજન ઉતારવા માટે ડિનર બહુ મહત્વનો ભાગ ભજવે છે. જો તમે ડિનરમાં હેવી ખોરાક લો છો તો તમારું વજન વધવા લાગે છે.

દરેક લોકો એવું ઇચ્છતા હોય છે કે આપણે હેલ્ધી અને ફિટ રહીએ. જો કે આજના આ સમયમાં મોટાભાગના લોકો વજન વધવાની સમસ્યાથી પીડાતા હોય છે. આમ, જો એક વાર વજન વધી જાય તો એને ઉતારવા માટે અનેક ઘણી મહેનત કરવી પડે છે. વજન ઉતારવા માટે તમારે દિવસ-રાત અનેક બાબતોનું ખુબ ધ્યાન રાખવુ પડતુ હોય છે. જો તમે પણ તમારા વધેલા વજનને લઇને ચિંતામાં છો તો જાણી લો આ રેસિપી વિશે જે તમે ડિનરમાં ખાઓ છો તો તમારું વજન ઝડપથી ઘટવામાં મદદ કરે છે.

મગની દાળ

પીળી મગની દાળમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે, જે તમારા બ્લડ પ્રેશરને બેલેન્સ કરવામાં મદદ કરે છે. આ સાથે જ તમારું વજન ઘટાડવામાં પણ ઉપયોગી બને છે. આ માટે તમે ડિનરમાં મગની દાળ બનાવીને પણ પી શકો છો. આ માટે તમે પ્રેશર કુકરમાં જરૂર મુજબ મગની દાળ લો અને પછી એમાં હળદર, મીઠું અને પાણી નાંખીને બાફી લો. દાળ બફાઇ જાય એટલે વઘાર માટે એક પેનમાં ઘી લો અને એમાં જીરું, લસણ, લાલ મરચું નાંખો અને સાંતળો. ત્યારબાદ આ વઘારને દાળમાં મિક્સ કરી દો. એક વાટકીમાં આ દાળ લો અને એક રોટલી સાથે ખાઓ.

સાબુદાણાની ખીચડી

સાબુદાણા કાર્બોહાઇડ્રેટથી ભરપૂર હોય છે. આ સાથે જ પચવામાં પણ સરળ હોય છે. તમે ડિનરમાં સાબુદાણાની ખીચડી ખાઓ છો તો એનાથી પેટ ભરાઇ જાય છે અને તમને પચવામાં પણ સરળ પડે છે. તમને જણાવી દઇએ કે એક કપ સાબુદાણામાં 0.2 ગ્રામ પ્રોટીન, 0.2 ગ્રામ ફેટ અને 351 kcal કેલરી મળી શકે છે. આ માટે તમે ડિનરમાં સાબુદાણાની ખીચડી ખાઓ છો તો તમારું વજન ઉતરવા લાગે છે અને સાથે તમારા સ્ટેમિનામાં પણ બની રહે છે. જો કે આમાં તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમારે ખાંડનું પ્રમાણ થોડુ ઓછુ નાંખવાનું રહેશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *