(અબરાર અલ્વી)

અમદાવાદ,

શહેરના ત્રણ દરવાજા ભદ્ર ખાતે આવેલ ગાંધી કોલડ્રિંક્સના ભાડા અંગે સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો જેમા વકફ કમીટીના ચેરમેન રિઝવાન કાદરી જણાવે છે કે ગાંધી કોલડ્રિંક્સનું ભાડું વર્ષોથી માત્ર મહિનાનો ૨૦૦ રૂપિયા હતો જેના વિરોધમાં વકફ ટ્રિબ્યુનલ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેનો ચુકાદો વકફ ટ્રિબ્યુનલ કોર્ટે વકફ બોર્ડની તરફેણમાં આપ્યો છે.

વકફ ટ્રિબ્યુનલ કોર્ટનો ચુકાદો આવતા ગાંધી કોલડ્રિંક્સનું ભાડું પેહલા રૂ. ૨૦૦ હતો જે વધારીને એક મહિનાનો રૂ. ૨૪૦૦૦ કરવામાં આવ્યો છે. જોકે આ ચુકાદાને ગાંધી કોલડ્રિંક્સ હાઇકોર્ટમાં પડકારી શકે છે. વકફ કમીટીના ચેરમેન રિઝવાન કાદરીએ વકફ ટ્રિબ્યુનલ કોર્ટનો ચુકાદો આવકાર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here